ગ્રીન ટી છે ગુણકારી

ગ્રીન ટી પીતા લોકોમાં હૃદય સંબંધીત બિમારીઓ સાથે કસમયે મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે. હાલમાં થયેલા એક સંશોધન પ્રમાણે જાપાનના એક વૈજ્ઞાનિકને 40-69ની ઉંમરના 90 હજાર લોકો પર ચાર વર્ષ સુધી આ બાબતનો અભ્યાસ કર્યો છે. વૈજ્ઞાનિકોએઆ સંશોધનમાંથી જે માહિતી પ્રાપ્ત કરી તે મહિલાઓ માટે ખૂબ જ લાભકારી છે. સંશોધન પ્રમાણે જે મહિલાઓ એક કપ ગ્રીન ટી રોજ પીવે છે તેમની પર  કસમયે મૃત્યુનું જોખમ 10 ટકા ઘટી જાય છે. જ્યારે 6 કપ ગ્રીન ટી પીવે તો 17 ટકા જોખમ ઓછુ કરી શકાય છે. ગ્રીન ટીમાં સારા પ્રમાણમાં એન્ટી એક્સીડેટ્સ હોય છે. જેને પોલીફિનાલ્સ કહેવામાં આવે છે.  આ સાથે જ તેમાં ઇજીસીજી પણ હોય છે. જે રક્તચાપ અને શરીરના વસા નિયંત્રણમાં મદદ કરે છે. તેથી સ્ત્રીઓ સાથે પુરૂષોએ પણ નિયમિત ગ્રીન ટીનું સેવન કરવું જોઇએ. શક્ય હોય તો દિવસમાં એક વખત તો ગ્રીન ટીનું સેવન કરવું જ જોઇએ.

You might also like