ગ્રીન ટીવાળા ક્રીમથી ઘાના ઘસરકા પણ નાબૂદ થઈ જાય

વાગ્યા પછીનો તાજો ભરાયેલો ઘા હોય કે સર્જરી પછી ટાંકા લીધેલી જગ્યાનો ઘા હોય એ જગ્યાએ લાંબો સમય લાલાશ રહે છે અને સંપૂર્ણપણે રૂઝાયા પછી પણ એ ઘસરકાની ત્વચા જાડી અને ડાર્ક રહી જાય છે. બ્રિટનની યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે ત્વચાની હ‌ી‌િલંગ પ્રોસેસમાં પણ ગ્રીન ટી ખૂબ જ અસરકારક બની શકે છે. ગ્રીન ટીનો અર્ક ધરાવતું હોય એવું ક્રીમ કે મોઇશ્ચરાઇઝર એ સૂકા ઘસરકા પર લગાવવામાં આવે તો એનાથી એની લાલાશ, ડાર્કનેસ, ત્વચાની જાડાઇ અને ખંજવાળ સાવ જ ઓછી થઇ શકે છે. સામાન્ય રીતે સર્જરી પછીના ઘા પૂરેપૂરા નોર્મલ નથી થતા. ત્વચા સંધાયેલી છે એવું સ્પષ્ટ દેખાય છે, જેને મેડિકલ ભાષામાં કીલોઇડ સ્કાર કહે છે.
http://sambhaavnews.com/

You might also like