ગ્રીન ટેક્નોલોજી: ભારતમાં ‘પાણી’થી ચાલતી બસ તૈયાર

ડીઝલની જગ્યાએ પાણીથી ચાલતી બસની કલ્પના હવે દેશમાં સાકાર થતી હોય તેમ લાગી રહ્યું છે. ભારતમાં વૈજ્ઞાનિકોએ હાઇડ્રોજનથી ચાલતી પ્રથમ બસ તૈયાર કરી છે. ડીઝલની જગ્યાએ પાણીથી ચાલતી બસ, અને તેના ટ્રાયલની પણ શરૂઆત થઇ ચુકી છે. તેને ફરિદાબાદમાં સ્થિત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ના સંશોધન અને વિકાસ કેન્દ્રમાં વિકસાવવામાં આવી છે.

– IOCના જણાવ્યા મુજબ બે વર્ષ સુધી તેની લાંબા ગાળાની ટ્રાયલ હાથ ધરવામાં આવશે, જેથી તેનું ટકાઉપણું અને ક્ષમતાઓનું મૂલ્યાંકન થઈ શકે. ત્યારબાદ સફળતાના આધારે તેની દિશા નક્કી કરવામાં આવશે.

– ટ્રાયલ દરમિયાન આ બસ ફરિદાબાદના સેકટર-13થી દિલ્હી દ્વારકા સ્થિત IOCના અન્ય કેન્દ્રો સુધી ચલાવવામાં આવશે. આ અંતર લગભગ 52 કિલોમીટર છે.

– IOCના બંને કેન્દ્રો ઉપર હાઇડ્રોજન ફિલિંગ સ્ટેશનો બનેલા છે.

– આ હાઇડ્રોજન ઇંધણ બસ તૈયાર કરવામાં ‘ટાટા મોટર્સ’ ઉપરાંત ‘ડિપાર્મેન્ટ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ'(DSIR)અને ‘મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી’ (MNRI)નો પણ આર્થિક સહકાર રહ્યો છે.

પાણીથી આવી રીતે બનાવવામાં આવે છે ઇંધણ….
– વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, પાણી બે એટમ હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે. તેને લેબોરેટરી દરમિયાન ‘ઇલેક્ટ્રો લાઈસીસ’ ટેકનોલોજી બંનેને અલગ પાડે છે.
– હાઇડ્રોજનને સિલિન્ડરમાં સંગ્રહિત કરવામાં આવે છે. ત્યારબાદ હાઇડ્રોજન ફિલિંગ સ્ટેશનથી સિલિન્ડરો દ્વારા બસમાં હાઇડ્રોજન મળે છે.

2005થી પ્રોજેક્ટની શરૂઆત…
– કેન્દ્ર સરકારે 2005માં આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ‘ઇન્ડિયન ઓઇલ રિસર્ચ સેન્ટર’ને ‘નોડલ’ એજન્સી બનાવવામાં આવી હતી. ત્યારે 2% હાઇડ્રોજનનું મિશ્રણ CNGમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હાઇડ્રોજનની માત્રાને ધીમે-ધીમે 100% સુધી લઈ જવામાં આવી.
– આ ઇંધણ ટેકનોલોજીમાં માત્ર પાણી જ ઉપયોગ થશે. ‘ઇન્ડિયન ઓઈલ હાઈડ્રોજન પુરવઠા કેન્દ્ર’ ખાતે આવા વાહનો ટ્રોયલમાં મૂકવામાં આવ્યા છે. તેના ‘ફ્યુલ સેલ’ ટકાઉ અને સક્ષમ હોવાનું ટેકનોલીજીના ટ્રાયલથી જાણ થશે.

You might also like