હરિયાળીમાં ફરવાથી ડિપ્રેશન ઘટી શકે

જો તમારે ડિપ્રેશન ઘટાડવું હોય તો તમારી અાસપાસના કુદરતી વાતાવરણમાં જાઓ. લીલોતરી અને હરિયાળી દેખાતી હોય તેવી જગ્યાએ રિલેક્સ થઈને ચાલવાથી ડિપ્રેશન અને હાઈબીપી બંનેમાં ફાયદો થાય છે. રસ્તા ઉપર કે અન્ય રોજિંદી જગ્યાએ ચાલવાના બદલે જ્યાં પ્રકૃતિનું સાનિધ્ય હોય તેવી જગ્યાએ ૩૦ મિનિટ ચાલવાથી મેન્ટલ હેલ્થમાં ફાયદો થાય છે. કુદરતી વાતાવરણમાં રમવાનું બાળકો માટે ફાયદાકારક છે. જે બાળકો કુદરતી વાતાવરણની નજીક ઉછર્યા હોય તેમના માનસિક વિકાસમાં પર્યાવરણનો મોટો ફાળો હોય છે.

You might also like