ગ્રીન ટીની જેમ હવે વધી રહ્યો છે ગ્રીન કોફીનો કોન્સેપ્ટ

અઢળક સ્વાસ્થ્ય લાભ ધરાવતી ગ્રીન ટીની જેમ ગ્રીન કોફી પણ ખુબ જ સ્વાસ્થ્ય લાભ આપે છે. ગ્રીન ટીની જેમ હવે ગ્રીન કોફીનો કોન્સેપ્ટ પણ વધી રહ્યો છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ કરેલી એક નવી શોધ પ્રમાણે રોસ્ટ કર્યા ન હોય તેવા કોફીના લીલાછમ બીન્સમાંથી બનેલું સાદુ પાણી કોફી કરતાં પણ વધારે હેલ્ધી છે. કોફીને હાઈ ટેમ્પરેચર પર રોસ્ટ કરવામાં આવતી હોવાથી તેના કેટલાક ગુણકારી તત્વોનો નાશ થાય છે. પરંતુ ઓછા ટેમ્પરેચર પર રોસ્ટ કરવામાં આવેલી કોફીમાં તેના ગુણકારી કેમિકલ્સ જળવાઇ રહે છે. આ સિવાય આ બીન્સનો પાવડર બનાવીને તેને ન્યુટ્રીશન સપ્લિમેન્ટ્સ તરીકે પણ લઇ શકાય છે. કોફીને 200 ડિગ્રી સેલ્સિયસ પર 15 મિનિટ શેકવાથી તેમાં રહેલા કેમિકલના સ્ત્રાવ ઘટી જાય છે. જ્યારે કે આ બીન્સને ઓછા તાપમાન પર ઓછા સમય માટે શેકવાથી તેમાં ક્લોરોજેનિક એસિડની માત્રા જળવાઇ રહે છે.
હાર્વર્ડ શોધકર્તાઓએ તાજેતરમાં કરેલી એક નવી શોધ અનુસાર જો રોજના એકથી ત્રણ કપ કોફી પીવામાં આવે તો અકાળે મૃત્યુ થવાના જોખમમાં 15 ટકા જેટલો ઘટાડો થાય છે. કારણ કે કોફીમાં રહેલું ક્લોરોજેનિક એસિડ એક પ્રકારનું એન્ટિ ઓક્ટિડન્ટ છે જે શરીરના કોષોને ડેમેજ થઇને વૃદ્ધ થતાં અટકાવે છે. આ સિવાય તે પાચનક્રિયા સુધારવાની સાથે સાથે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. ઉપરાંત તે હૃદય રોગો તેમજ કેન્સર જેવા ગંભીર રોગોને પણ દૂર રાખવામાં મદદ કરે છે.

You might also like