ચાલુ કારે યુવતી પર દૂષ્કર્મ કરી ગ્રેટર નોઇડામાં યુવતીને ફેંકી

નવી દિલ્હી : દિલ્હીની નજીકના ગ્રેટર નોઇડામાં એક યુવતી પર ચાલુ કારે ગેંગરેપની ઘટના સામે આવી છે. આરોપીઓએ યુવતીને હરિયાણાના સોહનાથી કીડનેપ કરી હતી. તેના પર દુષ્કર્મ કર્યા બાદ ગ્રેટર નોઇડાના કાસના વિસ્તારમાં નીચે ફેંકી દીધી હતી. ગ્રેટર નોઇડા પોલિસે જીરો એફઆઇઆર દાખલ કરી આ મામલે તપાસ શરૂ કરી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ હરિયાણાની સોહના ખાતે રહેતી 35 વર્ષીય યુવતીનું ત્રણ વ્યક્તિઓએ અપહરણ કર્યું હતું. ત્યારે બાદ તેના પર દુષ્કર્મ કર્યું અને તેને ગ્રેટર નોઇડાના કાસના વિસ્તારમાં ફેંકી દીધી.

આજરોજ સવારના લોકોની નજર પડતા ગ્રેટર નોઇડાને પોલીસને આ અંગે જાણ કરવામાં આવી. પોલીસે જીરો એફઆઇઆર દાખલ કરી આ અંગે તપાસ હાથ ધરી છે. પીડિત યુવતી રાજસ્થાનના ભરતપુરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તે 10 દિવસ અગાઉ સોહના આવી હતી.

http://sambhaavnews.com/

You might also like