આમિરે પાક. મૂળની બ્રિટિશ છોકરી સાથે ફરીથી લગ્ન કર્યાં

હર્ટફોર્ડશરઃ પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહંમદ આમિરે પાકિસ્તાની મૂળની બ્રિટિશ છોકરી નરજિસ સાથે ફરીથી લગ્ન કર્યાં છે. આમિરનાં લગ્નનો કાર્યક્રમ ત્રણ દિવસનો રાખવામાં આવ્યો હતો. ૧૯ સપ્ટેમ્બરે મહેદી રસમ યોજાઈ અને ૨૦મીએ નિકાહ અને ૨૧ સપ્ટેમ્બરે વલીમાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમ તો આમિરનાં લગ્ન બે વર્ષ પહેલાં ૨૦૧૪માં જ નરજિસ ખાન સાથે થઈ ચૂક્યાં હતાં. એ સમયે આમિર સ્પોટ ફિક્સિંગ મામલામાં ફસાયેલો હોવાથી લગ્નના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું નહોતું. આમિરે જણાવ્યું કે, ”લાઇફમાં સેટલ થવાનો આ જ સાચો સમય છે. નરજિસે દરેક વખતે મને સાથ આપ્યો છે.” આમિર અને નરજિસની લવસ્ટોરી લગભગ છ વર્ષ પહેલાં શરૂ થઈ હતી. બંનેની મુલાકાત લંડનમાં એક ફેમિલી ફંક્શનમાં થઈ હતી. નરજિસ પાકિસ્તાની મૂળની બ્રિટિશ છોકરી છે. આમિરે જણાવ્યું, ”આ લવમેરેજ છે, પરંતુ એમાં બંને ફેમિલીની સંમતિ છે. નરજિસ મારી લાઇફની સૌથી મુશ્કેલ પળોમાં હંમેશાં સાથે રહી છે.”

You might also like