ગ્રેફિનથી બની શકે છે કાગળની જેમ વળી શકે તેવો મોબાઈલ ફોન

નવી દિલ્હી: ગ્રેફિન દ્વારા અાખી દુનિયાની પાણીની સમસ્યા પૂરી કરી શકાય છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અેપીજે અબ્દુલ કલામના સહયોગી અને એડીઅેના ડિરેક્ટર રહી ચૂકેલા વિજ્ઞાની માનસ બિહારી વર્માઅે અા વાત કરી. તેમણે કહ્યું કે કાગળની જેમ વળી શકે તેવો મોબાઈલ ફોન પણ બનાવી શકાય છે. તેમણે એમ પણ કહ્યું કે ગ્રેફિન દુનિયાનો સૌથી પહેલો ટુ ડાયમેન્શનલ પદાર્થ છે. જે પારદર્શક હોવા છતાં પણ સ્ટીલ કરતાં ૩૦૦ ગણો વધુ મજબૂત છે.

એક સંસ્થામાં અાયોજિત વક્તવ્ય દરમિયાન ગ્રેફિનનો અાપણા જીવન પર પ્રભાવ વિષય પર લોકોને સંબોધિત કરતા પ્રખ્યાત વિજ્ઞાની માનસ વિહારી વર્માઅે અા વાત કહી. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના સહયોગી અને એવીઅેના ડિરેક્ટર રહી ચૂકેલા વિજ્ઞાની વર્માએ પોતાના દ્વારા બનાવાયેલા લડાકુ વિમાન તેજસને યાદ કરતાં કહ્યું કે ગ્રેફિનનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં અાવે તો તેજસ કે અન્ય વિમાનોને પણ હળવાં અને બહેતર બનાવી શકાય છે.
ગ્રેફિનની મદદથી પીવાનાં પાણી અને ૯૯.૯૯ ટકા અાર્સેનિક હટાવી શકાય છે. સાથે સાથે સમુદ્રના ખારા પાણીને મીઠા પાણીમાં બદલી શકાય છે. મતલબ કે ગ્રેફિન દ્વારા સમગ્ર દુનિયાની પીવાના પાણીની સમસ્યા સમાપ્ત કરી શકાય છે. સાથે સાથે અાર્સેનિક પાણીના કારણે કેન્સર જેવી બીમારીઅોમાંથી પણ રક્ષણ મળી શકે છે.

ગ્રેફિન યુક્ત પદાર્થોનો ઉપયોગ કરીને વિવિધ વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત જેમ કે બેટરી, સોલર સેલ વગેરેની ગુણવત્તાને વધુ નીખારી શકાય છે. સાથે સાથે તેના દ્વારા ભવિષ્યમાં લચીલા મોબાઈલ, ટેબ્લેટ, ટીવી વગેરેનું નિર્માણ પણ શક્ય છે. અામાંથી એવો મોબાઈલ પણ બની શકે છે જેને કાગળની જેમ સરળતાથી વાળી શકાય. તેમણે એમ પણ જણાવ્યું કે અાનો ઉપયોગ સ્ટેમ્પ સેલ બનાવવામાં પણ થઈ શકે છે જે હજુ સુધી શક્ય બની શક્યું નથી. ગ્રેફિનના ઉપયોગથી બ્રેઈન કેન્સરને મૂળમાંથી સમાપ્ત કરી શકાય છે. હિપેટાઈટિસ અે, બી અને સીની અોળખ લોહી કે યુરિનની તપાસ વગર પણ ગ્રેફિન નિર્મિત સેન્સરથી તાત્કાલિક થઈ શકે છે.
http://sambhaavnews.com/

You might also like