સરકાર 10 જુલાઇએ માલ્યાને કોર્ટમાં કરે હાજર: SC

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ભારત સરકારને કહ્યું છે કે એ વિજય માલ્યાને 10 જુલાઇના રોજ હાજર કરે. માલ્યા હાલ બ્રિટનમાં છે. માલ્યા પર ભારતી બેંકોનું 9 હજાર કરોડથી વધારે દેવું છે. સુપ્રીમ કોર્ટે માલ્યાને અપમાનનો દોષિત કરાર આપ્યો છે. જણાવી દઇએ કે માલ્યાને પહેલાથી ભાગેડું જાહેર કરી દેવામાં આવ્યો છે અને સરકાર એમના એકસ્ટ્રડિશનના પ્રયત્નો કરી રહી છે.

મળતી માહિતી અનુસાર જસ્ટિસ આદર્શ કુમાર ગોયલ અને જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની બેંચે બુધવારે કહ્યું, ”માલ્યાએ કોર્ટના આદેશો ના માનીને એમનું અપમાન કર્યું છે, અમે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ભારત સરકારને આદેશ આપીએ છીએ કે તેઓ માલ્યાને 10 જુલાઇએ કોર્ટમાં હાજર કરે. કારણ કે અપમાનની બાબતે એમની સજા પર સુનવણી થઇ શકે.”

”માલ્યાએ પોતાની સંપત્તિની પૂરી જાણકારી પણ આપી નથી. એમને બ્રિટિશ ફર્મ ડિયાજિયોથી મળેલા 4 કરોડ ડોલરમે પોતાના 3 બાળકોને ટ્રાન્સફર કરી દીધા હતા.

અપમાનનો દોષિત કરાર કોઇ પણ વ્યક્તિને પોતાના બચાવ કરવા માટે પોતે જ કોર્ટમાં હાજર રહેવું પડે છે. જો કે એવું પણ થઇ શકે છે કે માલ્યા કોર્ટમાં હાજર થવા માટે વધારે સમયની માંગણી કરે. અપમાનની બાબતમાં વધારેમાં વધારે 6 મહીનાની જેલ અથલા 2000 રૂપિયાથી વધારે દંડ અથવા બંને સજા થઇ શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું માલ્યાએ અપમાનની અરજી પર પોતાનો જવાબ આપ્યો નથી, કોર્ટમાં પણ હાજર રહ્યા નથી. બેંચએ કહ્યું કે અમને લાગે છે કે માલ્યાને વધારે એક ચાન્સ આપવો જોઇએ અને સંભાવિત સજા પર એમની દલીલો પણ સાંભળવી જોઇએ. એટલા માટે આ બાબતને 10 જુલાઇ સુધી ટાળવામાં આવે છે.

http://sambhaavnews.com/

You might also like