રિંગિંગ બેલ્સ રૂ.રપ૧માં ફોન નહીં આપે તો કાનૂની કાર્યવાહીઃ રવિશંકર પ્રસાદ

નવી દિલ્હી: દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન રૂ.રપ૧માં વેચવાની જાહેરાત કરનાર કંપની રિંગિંગ બેલ્સ પર સરકાર નજર રાખી રહી છે. સંદેશા વ્યવહાર પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે જો આ કંપની રૂ.રપ૧માં ફોન આપવામાં નિષ્ફળ જશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે નોઇડાની આ નવી કંપનીના ફ્રીડમ-રપ૧ નામના દુનિયાના સૌથી સસ્તા સ્માર્ટ ફોન માટે પાંચ કરોડ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કંપનીએ આમાંથી રપ લાખ લોકોને રૂ.રપ૧માં સ્માર્ટ ફોન ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી છે.

રવિશંકર પ્રસાદે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા ટેલિકોમ મંત્રાલયે રિંગિંગ બેલ્સ આ માટે કેટલી તૈયાર છે તેની જાણકારી મેળવી લીધી છે. કંપનીને પૂછવામાં આવ્યું છે કે રૂ.રપ૧માં સ્માર્ટ ફોન આપી શકશે કે નહીં? તેની પાસે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ છે કે નહીં તેની પણ જાણકારી મેળવવામાં આવી છે કે જેથી પાછળથી કોઇ ગરબડ કે ગોટાળાને અવકાશ રહે નહીં. તેમ છતાં જો કોઇ ગરબડ થશે તો અમે કાયદાનુસાર કંપની સામે કાર્યવાહી કરીશું.

You might also like