એપ્રિલથી ઓનલાઈન એગ્રી માર્કેટ શરૂ થશે

નવી દિલ્હી: સરકાર આગામી એપ્રિલથી દેશના અગ્રણી માર્કેટ યાર્ડને ઓનલાઈન જોડવાનો પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરી રહી છે. ઓનલાઈન નેશનલ એગ્રી માર્કેટ થવાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે. સરકાર ઓનલાઈન પ્લેટફોર્મ થકી દેશભરની અગ્રણી ૫૮૫ જથ્થાબંધ માર્કેટ યાર્ડને એકબીજા સાથે જોડશે. જેના પગલે ખેડૂતોને પોષણક્ષમ કૃષિ ઉપજો વેચવાનો બીજો વિકલ્પ ઉપલબ્ધ બનશે. અેગ્રીકલ્ચર મિનિસ્ટર રાધામોહનસિંહે જણાવ્યું કે દેશનાં કેટલાંક જથ્થાબંધ માર્કેટ યાર્ડને આગામી એપ્રિલ ૨૦૧૬થી જોડી ઓનલાઈન નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ ઊભું કરાશે. તેમણે વધુમાં જણાવ્યું કે ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૬ સુધીમાં દેશની ૨૦૦ માર્કેટ યાર્ડને ઓનલાઈન પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે. તેમણે જણાવ્યું કે ઓનલાઈન એગ્રી પ્લેટફોર્મના વિકાસ, પરિચાલન અને અન્ય સ્ટ્રેટર્જીક સહયોગ માટે સ્મોલ ફોર્મ્સ એગ્રિ બિઝનેસ કંસોર્ટિયમ એજન્સીની નિમણૂક કરી છે.

You might also like