ટ્રંપના મુસ્લિમ વિરોધી નિવેદન પર PM મોદીએ આપી આવી પ્રતિક્રિયા

વોશિંગ્ટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચૂંટણી અભિયાનમાં થનારી નિવેદનબાજી પર કોઇ સરકારને પ્રતિક્રિયા આપવી ન જોઇએ. આ સાથે જ તેમણે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપના તે વિવાદિત પ્રસ્તાવ પર ટિપ્પણી કરવાની મનાઇ કરી દીધી જેમાં તેમણે મુસ્લિમોના અમેરિકામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી.

નરેન્દ્ર મોદીએ ધ વોલ સ્ટ્રીટ જર્નલને આપેલા એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે ‘ચૂંટણીમાં ચર્ચા માટે ઘણા મુદ્દા હોય છે. કોઇ સરકારને તેના પર પ્રતિક્રિયા વ્યક્ત ન કરવી જોઇએ.’

મુસ્લિમોના અમેરિકામાં પ્રવેશ પર અસ્થાયી પ્રતિબંધ લગાવવાના ટ્રંપના પ્રસ્તાવ વિશે પૂછવામાં આવતાં મોદીએ કહ્યું કે ‘ચૂંટણી ચર્ચામાં ઘણી વાતો કરવામાં આવજે, કોણે શું ખાધુ, કોણે શું પીધું, હું દરેક વસ્તુ પર કયા પ્રકારે પ્રતિક્રિયા આપી શકું છું.’

બ્રિટિશ વડાપ્રધાનમંત્રી ડેવિડ કેમરૂન સહિત વિશ્વના નેતાઓએ આવા પ્રસ્તાવ પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં તેને ખતરનાક ગણાવ્યું છે. સમાચારપત્રના અનુસાર મોદીએ આ પ્રશ્ન પર ટિપ્પણી કરવાની મનાઇ કરી દીધી.

You might also like