સમલૈંગિકો માટેની કલમ 377 સરકારે હટાવવી જોઇએ : તિવારી

નવી દિલ્હી : કોંગ્રેસી નેતા મનીષ તિારીએ રવિવારે કહ્યું કે તેમની પાર્ટીનાં વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે કાંઇ ખોટુ નથી કહ્યું. આપણે પોતે પુસ્તકો, સામાયિકો સોશ્યલ મીડિયા અને ફિલ્મો પર પ્રતિબંધ લગાવવાની સંસ્કૃતીથી દુર રહેવાની જરૂર છે. જો સરકાર સમલૈંગિક સંબંધોનાં મુદ્દે ગંભીર છે તો આઇપીસી કલમ 377 હટાવવાની જરૂર છે. ચિદંબરમે શનિવારે કહ્યું કે સલમાન રશ્દિનાં પુસ્તક પર પ્રતિબંધ રાજીવ શુક્લા સરકારની ભુલ હતી. ચિદંબરમે 1975માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં ઇમરજન્સી લગાવવાનાં નિર્ણયને એક ભુલ ગણાવી હતી. તેમણે તે પણ સ્વિકાર્યું કે સલમાન રશ્દિનાં પુસ્તક સેટેનિક વર્સેજ પર લગાવાયેલો પ્રતિબંધ એક ભુલ હતી.
ચિદંમ્બર રાજીવ ગાંધીનાં મંત્રી મંડળમાં ગૃહરાજ્યમંત્રી હતા. ઓક્ટોબર 1988માં સેટેનિક વર્સેજ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ પુસ્તક પર પ્રતિબંધ લગાવનાર ભારત પહેલો દેશ હતો. ચિદંમ્બરની આ ટીપ્પણી કોંગ્રેસ માટે ઘાતક સાબિત થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે જ્યારે મોદી સરકાર પર અસહિષ્ણુતાનાં આરોપો લાગી રહ્યા છે. ત્યારે ચિદમ્બરની આ ટીપ્પણીથી કોંગ્રેસને બેકફુટ પર જવાની ફરજ પડે તેવી શક્યતા છે.

You might also like