સરકારી બેંકો બંધ થવાની અફવા સોશિયલ મીડિયા પર વાઇરલ, રિઝર્વ બેંકે આપ્યો જવાબ

ન્યૂ દિલ્હીઃ સરકાર અને ભારતીય રિઝર્વ બેંકે શુક્રવાર(22 ડિસેમ્બર)નાં રોજ સાર્વજનિક ક્ષેત્રની કોઇ પણ બેંકને બંધ કરવાની જે અફવાહ છે તેને નકારી દીધી છે. બંનેએ સ્પષ્ટ જણાવી દીધું છે કે કોઇ પણ સાર્વજનિક ક્ષેત્રની બેંકને બંધ કરવાનો તો સવાલ જ ઊભો નથી થતો.

રિઝર્વ બેંક દ્વારા સાર્વજનિક ક્ષેત્રનાં મોટા ઋણદાતા બેંક ઓફ ઇન્ડીયાની વિરૂદ્ધ તુરંત જ સુધારાત્મક કાર્યવાહી પ્રક્રિયા શરૂ કર્યા બાદ આ પ્રકારની અફવાઓ શરૂ થઇ ગઇ છે કે સરકાર કેટલીક બેંકોને બંધ કરી શકે છે.

રિઝર્વ બેંકનાં નિવેદનમાં એવું જણાવ્યું કે સોશિયલ મીડિયા સહિત મીડિયાનાં એક વર્ગમાં કેટલીક ભ્રામક સુચનાઓ ચાલી રહી છે કે પીસીએ અંતર્ગત ઊભા થનાર કેટલાંક કારણોને લઇ કેટલીક સરકારી બેંકોને બંધ કરવામાં આવી શકે છે. જો કે સરકારે આ અફવાઓને નકારતા કહ્યું કે,”અમારી યોજના તો સાર્વજનિક ક્ષેત્રની બેંકોને મજબૂર કરવાની છે.”

નાણાંકીય સેવા સચિવ રાજીવકુમારે ટ્વિટ કરતા કહ્યું કે,”કોઇ પણ પ્રકારની બેંકને બંધ કરવાનો સવાલ જ ઊભો થતો નથી. સરકાર સાર્વજનિક ક્ષેત્રની બેંકોને મજબૂત કરી રહી છે. એમાં 2.11 લાખ કરોડ રૂપિયાની મૂડી રોકાણ કરવાની યોજના છે. જેથી અફવાઓ પર વિશ્વાસ ના કરો. સરકારી બેંકો માટે પુનર્પૂંજુકરણ, સુધારની રૂપરેખા પણ હાલ તૈયાર છે.”

You might also like