મોદી સરકાર લાવશે નવો કાયદો, હવે કાર ચલાવશો 80 કિ.મીથી ફાસ્ટ તો વાગશે એલાર્મ

ન્યૂ દિલ્હીઃ આવનારા દિવસોમાં હવે જો આપની કાર 80 કિ.મી પ્રતિ કલાકથી વધારે સ્પીડથી ચાલશે તો કારમાં લાગેલ ઓટોમેટિક એલાર્મ વાગવા લાગશે અને જ્યાં સુધી આપ કારની સ્પીડ ઓછી નહીં કરશો ત્યાં સુધી તમારી કારમાં એલાર્મ વાગતું રહેશે. રોડ એક્સીડેન્ટ પર અંકુશ લગાવવા માટે મોદી સરકાર હવે એવો નિયમ બનાવવા જઇ રહી છે કે જેનું પાલન કાર મેન્યુફેક્ચર્સે કરવું પડશે.

1.) ત્રણથી છ મહિનાની અંદર લાગુ થઇ શકે છે નિયમઃ
સરકારે આ નિયમોને લઇ ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. માર્ગ અને પરિવહન મંત્રાલયનાં એક અધિકારીનાં જણાવ્યા મુજબ ત્રણથી છ મહિનામાં આ નિયમ લાગુ કરી શકાય છે. આ નિયમોમાં એક્સીડેન્ટ રોકવા માટે અનેક ઘણી વધારે જોગવાઇ કરવામાં આવશે.

2.) નવા સુરક્ષાનાં ફીચર્સ જોડવામાં આવ્યાં:
માર્ગ અને પરિવહન મંત્રાલયે ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડનું ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર કરી લીધું છે. આમાં કેટેગરી એમ અને એન વ્હીકલને માટે નવા સુરક્ષા ફીચર્સ જોડવામાં આવ્યાં છે.

3.) શું હશે નવા સુરક્ષાલક્ષી ફીચર્સ?
સ્પીડ એલર્ટ સિસ્ટમઃ એમ-1 કેટેગરી એટલે કે પેસેન્જર વ્હીકલ્સમાં સ્પીડ એલર્ટ સિસ્ટમ લગાવવામાં આવશે કે જે ઓવરસ્પીડ થતાં જ ડ્રાઇવરને એલર્ટ કરશે. પોલીસ વ્હીકલ્સ, એમ્બ્યુલન્સ સહિત કેટલાંક વાહનોને છૂટછાટ આપવામાં આવશે.

સેફ્ટી બેલ્ટઃ ડ્રાઇવર અથવા જો એની સાઇડમાં બેસનાર શખ્સ જો સીટ બેલ્ટ નહીં પહેરે તો પણ એની માટે પણ એલર્ટની વ્યવસ્થા કરવામાં આવશે. વાહનમાં આ વોર્નિંગ લાઇટીંગ, બ્લિકિંગ અથવા વિઝ્યુઅલ ડિસ્પ્લેનાં રૂપમાં હોઇ શકે છે. આ સિવાય સેકન્ડ લેવલ વોર્નિંગની રીતે જોઇએ તો ઓડિયો વોર્નિંગની વ્યવસ્થા પણ હશે.

You might also like