લોકસભા ચૂંટણી સાથે 11 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા

આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી સાથે અંદાજે 10-11 રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. આ એ રાજ્યો છે જેમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

‘એક દેશ એક ચૂંટણી’ હેઠળ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાને લઇને કેન્દ્ર સરકાર તેમજ ચૂંટણી આયોગ સામે ભલે સંવેધાનિક મુશ્કેલી હોય, પરંતુ ભાજપના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 2019માં લોકસભા સાથે એક ડઝન રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજી ‘એક દેશ એક ચૂંટણી’નું એક મોટું ઉદાહરણ રાખી શકે તેમ છે.

એક મળતાં અહેવાલ મુજબ લોકસભા-વિધાનસભા ચૂંટણી એક સાથે યોજવા માટે સંવિધના સંશોધન અથવા ચૂંટણીના નિયમોમાં કોઇ મોટું સંશોધન કરવાની જરૂરિયાત પણ નથી. ‘એક દેશ એક ચૂંટણી’ને વિધિ આયોગના ચેરમેન દેશના બંને મોટા પક્ષના રાષ્ટ્રીય પાર્ટીઓના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ક્ષેત્રીય પાર્ટીઓને ‘એક દેશ એક ચૂંટણી’ અંગે મત જાણવા બેઠક બોલાવામાં આવી હતી. સૂત્રોને મળતી જાણકારી મુજબ દેશની મોટાભાગની પાર્ટીઓ ‘એક દેશ એક ચૂંટણી’ ફોર્મ્યુલા પર સહમત છે. જો કે બધા પક્ષોની મંજૂરી બાદ પણ સંવિધાનમાં સંશોધન કરવું પડે.

જેના માટે સંસદના આગામી શીતકાલીની સત્રની રાહ જોવી પડે. જ્યારે ભાજપના રણનીતિકાર લોકસભા-વિધાનસભાની એકસાથે ચૂંટણીની રણનીતિના ફોર્મ્યુલા પર કામ કરી રહ્યાં છે જેમાં લોકસભાની સાથે ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તેલણાંણામાં વિધાનસભા ચૂંટણીની સાથે અન્ય ભાજપ શાસિત રાજ્યોને સામેલ કરવામાં આવી શકે છે.

You might also like