બજેટ પહેલાં ઝટકો: સબસિડીવાળા સિલિન્ડરોની સંખ્યા 12થી ઘટાડીને 10 કરવાની સલાહ

નવી દિલ્હી: નાણામંત્રી અરૂણ જેટલીએ દુનિયાભરમાં આર્થિક મોરચા પર છવાયેલ અનિશ્વિયતતા વચ્ચે વર્ષ 2015 16 માટે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવ્યું અને દેશવાસીઓને ભરપૂર આશા અપાવી છે, પરંતુ આ સાથે જ તેમણે તમારા ખિસ્સાને નુકસાન પહોંચાડતા સબસિડીવાળા સંખ્યા 12થી ઘટાડીને 10 કરવાની સલાહ આપી છે.

અત્યારે દરેક પરિવારને 14.2 કિલોગ્રામના વધુમાં વધુ 12 એલપીજી સિલિન્ડર સબસિડી રેટ પર 419.26 રૂપિયામાં મળી શકે છે, જ્યારે માર્કેટ રેટ અત્યારે 575 રૂપિયા છે. સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે એલપીજી સિલિન્ડરની સબસિડીને તાર્કિક કરવામાં આવશે સબસિડી રેટ પર વધુમાં વધુ 10 સિલિન્ડર જ આપવામાં આવે.

તમને જણાવી દઇએ કે ગત યૂપીએ સરકારે સપ્ટેમ્બર 2012માં સબસિડીવાળા સિલિન્ડરોની વધુમાં વધુ સંખ્યા વર્ષમાં 6 કરી દીધે હતી, પછી જાન્યુઆરીમાં તેને વધારીને 9 કરવામાં આવી. જાન્યુઆરી 2014માં વધારીને 12 કરવામાં આવી.

ગ્રાહકોને 1 એપ્રિલથી 31 માર્ચ વચ્ચે સબસિડીવાળા 12 સિલિન્ડર આપવામાં આવે છે. સબસિડીવાળા સિલિન્ડર પર એક્સાઇઝ ડ્યૂટી લેવામાં આવતી નથી, પરંતુ બિન ઘરેલૂ ઉપયોગવાળા સિલિન્ડરો પર 8 ટકા એક્સાઇઝ ડ્યૂટી લેવામાં આવે છે.

અત્યારે દેશમાં લગભગ 15 કરોડ પરિવારોની પાસે એલપીજી સિલિન્ડર કનેક્શન છે, જેમાં 65 લાખ પરિવારોને સબસિડી છોડવાની સરકારની પહેલને સ્વિકાર કરતાં સબસિડી છોડી દીધી છે.

You might also like