જમ્મુ-કાશ્મીરની સરકારી ઈમારતો પર રાજ્યનો ધ્વજ ફરકાવવા આદેશ

જમ્મુ: જમ્મુ-કાશ્મીરની હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે રાજ્યની તમામ સરકારી ઈમારતો અને બંધારણીય પદો પર બેઠેલા લોકોના વાહનો પર રાજ્ય સરકારનો ધ્વજ ફરકાવવામાં આવે. અદાલતે જમ્મુ કાશ્મીર પ્રિવેન્શન ઓફ ઈન્સલ્ટ ટુ સ્ટેટ ઓનર અેકટ ૧૯૭૯નો અમલ કરવા આદેશ કર્યો છે.  ઉલ્લેખનીય છે કે ૧૨ માર્ચ ૨૦૧૫ના રોજ અદાલતે આદેશ કર્યો હતો કે રાજ્યનાે ધ્વજ ઉચ્ચ સ્થાન પર બેઠેલા પદાધિકારીઓ તથા સરકારી ભવનમાં પર ફરકાવવામાં આવે. કોર્ટે વધુમાં જણાવ્યું છે કે તમામ બંધારણીય અધિકારીઓ પણ રાજ્ય બંધારણની કલમ ૧૪૪ , સ્ટેટ ઓનર અેકટ અને જીઅેડીના ૧૨ માર્ચના આદેશનું પાલન કરે. ન્યાયાધીશે વધુમાં જણાવ્યું કે આઝાદીનો લક્ષ્ય હાંસલ કરવા માટે ઝંડો સંઘર્ષની ઓળખ હતો. જે ભૂતકાળને ભવિષ્ય અને વર્તમાન સાથે જોડે છે. ઝંડામાં આપણને લોકાના સંઘર્ષ અને બલિદાનની યાદ અપાવે છે.

રાજ્યના ધ્વજના મહત્વ અંગે અદાલતે જણાવ્યું કે દેશમાં માત્ર જમ્મુ કાશ્મીર જ અેક અેવું રાજ્ય છે કે જેમાં બંધારણ સભાઅે રાજ્યનાે ધ્વજ અપનાવ્યો છે. અને બંધારણમાં તેની જોગવાઈ પણ છે. જમ્મુ કાશ્મીરના ધ્વજને અપનાવવાના પ્રસ્તાવને જમ્મુ કાશ્મીરની બંધારણની સભામાં તત્કાલિન વડા પ્રધાને સાત જૂન ૧૯૫૨ના રોજ રજૂ કર્યો હતો. ન્યાયાલયે જણાવ્યું કે તે સમયે બંધારણની સભામાં ધ્વજને અપનાવવા અંગે ચર્ચા થઈ હતી. રાજ્યનો ધ્વજ ત્રણ ક્ષેત્રે પ્રતિનિધિત્વ કરે છે. તેનાે રંગ ધર્મ નિરપેક્ષતાની બાબત દર્શાવે છે. અને ખેડૂતો તેમજ કિસાનોના સન્માનને પ્રગટ કરે છે. કોર્ટ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારે અરજી સામે અેવાે વિવાદ નથી કર્યો કે બંધારણીય અધિકારોને સ્ટેટ ઓનર અેકટની જોગવાઈ હેઠળ રાજયના ધ્વજની ગરિમા જાળવી રાખવામાં આવે.

You might also like