નોટબંધી બાદ મોટી ડિપોઝીટ વાળાને પકડવા માટે સરકારનું નવું સોફ્ટવેર

નવી દિલ્હી: કાળાનાણાં વિરુદ્ધ સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકાર એજન્સીઓ હવે નોટબંધી બાદ બેંકોમાં જમા મોટી રકમની પુષ્ટિ કરશે.

એના માટે Central Board of Direct Taxes એ નવું સોફ્ટવેર લોન્ચ કર્યું છે. આ સોફ્ટવેરની મદદથી 9 નવેમ્બર બાદ બેંકોમાં જૂની નોટોમાં જમા થયેલી મોટી રાશીઓ અને એમના ખર્ચની તપાસ કરશે. શંકાસ્પદ લેણદેણ કરનાર લોકોને પહેલા ઇમેલ અને એસએમએસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. તો જવાબ સંતોષકારક ના મળ્યો તો તેમને નોટીસ મોકલવામાં આવશે.

સરકારના અનુમાનો મુજબ નોટબંધી બાદના 50 દિવસોમાં આશરે 3 4 લાખ કરોડ રૂપિયાની બ્લેક કમાણી બેંકોમાં જમા થઇ છે. આ રકમને જમા કરવા માટે સહકારી બેંકો અને જનધન ખાતાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે ઇન્કમ ટેક્સ વિભાગ એવી બાબતોમાં નોટીસ રજૂ કરી રહી છે જેમાં ટેક્સ ચોરી થયા હોવાની આશંકા છે. IT વિભાગ મોટી રકમ જમા કરનાર લોકોને ઇન્કમ ટેક્સ રિટર્ન દસ્તાવેજની પણ શોધખોળ કરશે.

આ પહેલા ગેરકાયદે એક્સચેન્જ કાયદા હેઠળ દેશભરમાં 42 બાબતોમાં 87 નોટીસ રજૂ કરવામાં આવી હતી. આ કાયદામાં ભારે દંડ અને વધારેમાં વધારે સાત વર્ષની જેલનો પ્રાવધાન છે.

You might also like