કોલ ડ્રોપની સમસ્યા ઉકેલવા સરકારનું મહત્ત્વનું પગલું, ગ્રાહકો પાસેથી લેશે ફિડબેક

નવી દિલ્લી: કોલ ડ્રોપની સમસ્યા ઉકેલવા માટે સરકારે દિલ્લી અને મુંબઈ સહિત અનેક સ્થળો પર ઇન્ટીગ્રેટેડ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ શરૂ કરી છે. તેના માધ્યમથી સરકાર ગ્રાહકો પાસેથી સીધેસીધા જ કોલની ગુણવત્તા વિશે ફિડબેક લેશે.

સરકારે આના પર મળનારી પ્રતિક્રિયાને સર્વિસ પ્રોવાઇડર સાથે શેર કરશે જેનાથી સુધારો કરવા માટે પગલાં ભરી શકાશે. આ સિસ્ટમને જલદી જ સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવશે. સરકારે જણાવ્યું છે કે દૂરસંચાર વિભાગે આ સેવાને દિલ્લી, મુંબઈ, પંજાબ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને ગોવામાં 23 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવી છે.

ગ્રાહકોને 1955 નંબર પરથી એક આવીઆરએસ કોલ આવશે જેના પર કેટલાક સવાલોના જવાબ તેઓએ આપવાના રહેશે, જેના આધારે તપાસ કરવામાં આવશે કે તેમના ક્ષેત્રોમાં કોલ ડ્રોપની સમસ્યાની શું પરિસ્થિતિ છે. ગ્રાહક ચાહે તો એ જ ટોલ ફ્રી નંબર પર મેસેજ કરીને પોતાના પ્રતિભાવ આપી શકે છે.

આ મૂદ્દે દૂરસંચાર રાજ્યમંત્રી મનોજ સિન્હાએ કહ્યું કે ગ્રાહકો પાસેથી સીધેસીધા જ પ્રતિક્રિયા પ્રાપ્ત કરવા માટે આ પ્લેટફોર્મને શરૂ કરવામાં આવ્યું છે, જેતી તેઓને આપવામાં આવતી સેવાની ગુણવત્તામાં સુધારા-વધારા કરી શકાય.
શરૂઆતમાં એનાથી માત્ર કોલ ડ્રોપ પર પ્રતિક્રિયા લેવામાં આવશે. પછીથી આ સેવાના માધ્યમથી સંપૂર્ણ દૂરસંચાર સેવા વિશે પ્રતિભાવો એકઠા કરવામાં આવશે.

You might also like