હવાઇયાત્રા થશે મોંઘી : સરકાર 8500 સુધી વસુલી શકે છે ટેક્સ

નવી દિલ્હી : હવાઇ સફર મોંઘી થવાની છે. સરકારે ફ્લાઇટોના અંતરના આધારે લેવી અથવા કર લગાવવાનો નિર્ણય લીધો છે 1000 કિલોમીટર સુધીના અંતરની ફ્લાઇટ પર 7500 રૂપિયા અને 1500 કિલોમીટરથી વધારે અંતરની ફ્લાઇટ પર 8500 રૂપિયા લેવી અથવા કર વસુલવામાં આવશે. આ પગલું મોદી સરકારની દેશના તમામ ભાગોમાં આંતરિક હવાઇ નેટવર્ક સાથે જોડવાની યોજના હેઠળ ઉઠાવવામાં આવ્યું છે. લેવીમાંથી એકત્ર ફંડનો ઉપયોગ આ યોજના માટે થશે.

નાગરિક ઉડ્યન સચિવ આર.એન ચૌબેએ કહ્યું કે સરકાર રીઝનલ એર કનેક્ટિવિટી સ્કીમ હેઠળ મોટા રૂટો પર 8500 રૂપિયા કર વસુલશે. જો કે ગભરાવાની જરૂર નથી આ કર પ્રતિવ્યક્તિ નહી પરંતુ પ્રતિફ્લાઇટ વસુલવામાં આવશે. જેથી પ્રતિ પેસેન્જર અંદાજે 75 થી 85 રૂપિયાનો વધારો થશે. જો કે એરલાઇન્સ કંપનીઓ તેનો વિરોધ કરી રહી છે. તેમનું કહેવું છે કે લાંબા અંતરના યાત્રીઓ પર ટેક્સનો એક વધારે બોજ નંખાઇ રહ્યો છે.

ચૌબેએ જણાવ્યું કે, એક કલાકથી વધારે ઉડ્યનવાળી ફ્લાઇટ પાસેથી એક્સટ્રા ચાર્જ વસુલવામાં આવશે. સરકાર પાસે તે માટે બે ઓપ્શન છે. કાં તો 1 કલાકથી વધારે ઉડવાવાળી ફ્લાઇટ પર 2 ટકા સેસ લગાવેતે લગભગ 60 રૂપિયા સુધી થતું હતુ. બીજુ એક કલાકથી વધારે ઉડવાવાળી ફ્લાઇટ પાસેથી લેવી વસુલવામાં આવે. અત્રે નોંધનીય છે કે મોદી સરકાર હવાઇ યાત્રા સામાન્ય માણસમાટે સસ્તી બનાવવા માંગે છે.

You might also like