જીએસટી અંગે સરકારે વચલો રસ્તો શોધ્યો !

દિલ્હી: જીએસટી બિલ પર મોદી સરકારને મોટી સફળતા મળશે એવી આશાઓ સેવાઇ રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ જીએસટી બિલ અંગે સહમત થઇ ગઇ છે. વડાપ્રધાન મોદીએ ગઇકાલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે ચાય પર ચર્ચા કરી સાથે ત્યારબાદ જ સંમતિ બનવા લાગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર અને કોંગ્રેસે વચ્ચેનો માર્ગ શોધી લીધો છે. હવે તે માનવામાં આવી રહ્યું છે કે આ શિયાળુ સત્રમાં જીએસટી ખરડો પસાર થઇ જશે.

સંસદીય કાર્ય મંત્રી વૈંકેયા નાયડુએ જણાવ્યું કે સોનિયા સૈધ્ધાંતિક રૃપે બિલના સમર્થનમાં છે. કેટલાક પરિવર્તનો કરવામાં આવશે. બિલ અંગે મારી આશા બંધાઇ છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, સંસદનો માહોલ સકારાત્મક છે. આ સંકેત શુભ છે મને લાગે છે કે, શિયાળુ સત્ર સફળ થશે. વિપક્ષના કોંગ્રેસના નેતા મલ્લિાકાર્જુન ખડગે એ કહ્યું છે કે જો અમારી માંગો માનવામાં આવશે અને એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે તો જ અમે જીએસટી બિલ પર આગળ વધીશું. ખડગેએ આ અંગે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી.

કોંગ્રેસની મુખ્ય ૩ શરતોમાં જીએસટીના દરો ૧૬થી ૧૮ ટકા રાખવામાં આવે, ઉત્પાદક રાજયો માટે ૧ ટકા ટેકસની જોગવાઇ હટાવવામાં આવે. જીએસટી કાઉન્સિલમાં રાજયો માટે ટકાવારી પણ વધારવામાં આવે.

You might also like