ભારતીય નૌસેનાને મળશે 111 નવા હેલિકોપ્ટર, 46 હજાર કરોડ થયા મંજૂર

રક્ષા મંત્રાલય દ્વારા નૌસેના માટે 111 બહુઉદ્દેશીય હેલિકોપ્ટરની મંજૂરી આપી દીધી છે. જેના માટે 21,000 હજાર કરોડ રૂપિયાથી વધારે કિંમત નક્કી કરવામાં આવી છે. જ્યારે 24 હજારથી વધારેની કીંમત અન્ય જરૂરિયાત માટે મંજૂર કરવામાં આવ્યા છે.

જેમાં 3 હજાર કરોડથી વધારાની કિંમતના 150 સ્વદેશી આર્ટિલરી ગન સિસ્ટમ માટે પણ આપવામાં આવશે. રક્ષા અધિગ્રહણ દ્વારા મંજૂર કરવામાં આવેલ 46 હજાર કરોડની રાશિમાં નૌસેના હવે વધારે સશક્ત થશે. આ અગાઉ પણ રક્ષા મંત્રાલયે ભારતીય સેના માટે 21 હજાર કરોડથી વધારેની કિંમતના 111 હેલિકોપ્ટરની ખરીદીની ડીલને મંજૂરી આપી હતી.

વ્યૂહાત્મક ભાગીદારી મોડલ હેઠલ આ પ્રથમ ડીલ હતી જેને સરકારે મંજૂરી આપી હતી. ગત વખતે રક્ષા મંત્રાલયે નૌસેનાના અગ્રિમ યુદ્ધોપાત (જહાજ) માટે નો એક્ટિવ ટોડ એરે સોનર સિસ્ટમની ખરીદી માટે 450 કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. રક્ષા પ્રધાન નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં રક્ષા અધિગ્રહણ પરિષદ બેઠકમાં લાંબા સમયથી પડી રહેલા પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

You might also like