ડ્રોનનાં કોમર્શિયલ ઉપયોગને કેન્દ્ર સરકારની મંજૂરી

ન્યૂ દિલ્હીઃ દેશમાં ડ્રોનનાં વ્યાવસાયિક અને નાગરિક ઉપયોગને મંજૂરી મળી ગઇ છે. જો કે ડ્રોન દ્વારા હોમ ડિલિવરી માટે હજુ થોડી રાહ જોવી પડશે. નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુ અને રાજ્યકક્ષાનાં નાગરિક ઉડ્ડયન પ્રધાન જયંત સિંહાએ રિમોટલી પાઇલટેડ એરક્રાફ્ટ સિસ્ટમ (આરપીએએસ) એટલે કે ડ્રોનને લઇને નિયમ જારી કર્યા છે.

૧ ડિસેમ્બરથી આ નિયમો લાગુ પડશે. ૨૫૦ ગ્રામ કે તેથી વધુ વજનનાં ડ્રોન માટે લાઇસન્સ લેવું જરૂરી બનશે. આમ, હવે કેન્દ્રએ ડ્રોનનાં કોમર્શિયલ યુઝને મંજૂરી આપી દીધી છે. સરકારે ડ્રોનને કુલ પાંચ કેટેગરીમાં વિભાજિત કર્યાં છે. ડ્રોનનું લાઇસન્સ લેવા માટે પણ નિયમો નક્કી કરાયા છે.

આ ઉપરાંત કેટલાક વિસ્તારો ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના એરપોર્ટ, વિજયચોક, સચિવાલય, લશ્કરી વિસ્તાર વગેરેનો સમાવેશ થાય છે. ડ્રોનના ઉપયોગ માટે રજિસ્ટ્રેશન, ઓપરેટર પરમિટ, ઉડાણ પહેલાં અરજી અને ફ્લાઇટ પ્લાન અપલોડ કરવા માટે ડિજિટલ સ્કાય નામનું એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ એપ દ્વારા અરજી કરી શકાશે. વધુમાં વધુ ૪૦૦ ફૂટ સુધી ડ્રોન ઉડાણ ભરી શકશે.

You might also like