આઝાદે કહ્યું કે રાજ્યપાલે JDS-કોંગ્રેસને ન બોલાવ્યા તો રાજ્યમાં ખેલાશે ખૂનીજંગ

જેઠ મહિનાના બપોરે 16 મેના રોજ તાપમાનમાં વધારો થવાની સાથે જ કર્ણાટકના રાજકારણમાં પણ ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે. બેગલુરૂમાં હાજર કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું છે કે ભાજપ તેમના ધારાસભ્યોને ધમકાવી રહી છે. તેમના પર દબાણ કરી રહી છે.

ભાજપને લોકતંત્ર પર ભરોસો રહ્યો નથી. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે જો રાજ્યપાલ સંવિધાનિક મૂલ્યનું પાલન નહી કરે અને અમને સરકાર બનાેવા આમંત્રણ નહી કરે તો રાજ્યમાં અફરાતફરીનો માહોલ સર્જાશે. આઝાદે કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો નારાજ હોવાની અફવા ફેલાવામાં આવી રહી છે પરંતુ વાસ્તવમાં ભાજપના ધારાસભ્યો અસંતૂષ્ટ છે.

આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમરેગૌડાએ કહ્યું કે ભાજપે તેમને કેબિનેટ મંત્રી પદની ઓફર કરી હતી પરંતુ તેમણે નકારી દીધી હતી. અમરેગૌડા લિંગનાગૌડા પાટિલ બયાપુર કર્ણાટકના કુશ્તગીથી ધારાસભ્ય છે. ગુલામનબી આઝાદે કહ્યું કે રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનીને આવેલ ભાજપ પાસે બહુમતિનો આકંડો નથી.

ભાજપ પાસે હાલમાં 104 બેઠક છે જ્યારે અમારી પાસે (કોંગ્રેસ+જેડીએસ) 117 બેઠક છે. રાજ્યપાલ પક્ષપાતીનું વલણ ન અપનાવી શકે. આઝાદે કહ્યું કે રાજ્યપાલે પોતાના જૂના સંબંધ પૂર્ણ કરી દેવા જોઇએ, પછી તેઓ ભાજપના હોય કે આરએસએસના હોય.

You might also like