ખુશખબર! પાટીદાર યુવકો સામેનાં કેસમાં સરકારનું નરમ વલણ, જાણો

ગુજરાતઃ સરકારે ફરી પાટીદારો સામે વધુ એક વાર નરમ વલણ દાખવ્યું છે. સીએમ વિજય રૂપાણી સરકારે પાટીદારો સામેનાં 223 કેસમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે અત્યાર સુધી પાટીદારો સામેનાં કુલ 468 જેટલાં કેસ બંધ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે સરકાર એક પછી એક નિર્ણય લઈને પાટીદારોને પોતાના પક્ષમાં કરવાના તમામ નિર્ણયો એટલે કે પ્રયાસો કરી રહી છે. સરકારે પાટીદાર આંદોલન વખતે થયેલા અનેક કેસો પાછા ખેંચી લીધા છે અને તેમાં વધારો કરતા વધુ એક વખત 223 જેટલાં કેસ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. સરકારે પાટીદારો સામેનાં કુલ 468 કેસ સરકારે બંધ કર્યા છે પરંતુ હજી હાર્દિક સામે રાજદ્રોહનાં કેસ અંગે સરકાર અડગ નિર્ણય પર છે એટલે કે હજી એ અંગે કોઇ જ નિર્ણય સરકારે લીધો નથી.

You might also like