ક્રિકેટમાં સટ્ટાબાજીને કાયદાકીય માન્યતા આપવાની સરકારની તૈયારી

ઇન્દોરઃ ઘણા દેશોની જેમ ભારતમાં પણ ક્રિકેટની રમતમાં સટ્ટાબાજીને કાયદાકીય માન્યતા આપવાની વિચારણા થઈ રહી છે. સરકારે બધા રાજ્ય ક્રિકેટ સંઘ પાસે દેશમાં સટ્ટાબાજીને કાયદેસર કરવા માટે સૂચનો માગ્યાં છે. મધ્ય પ્રદેશ ક્રિકેટ સંઘના સચિવ મિલિંદ કન્માડીકરે કહ્યું, ”અમને થોડા દિવસ પહેલાં સરકાર તરફથી પત્ર મળ્યો છે. એ પત્રમાં બધા રાજ્ય સંઘ પાસેથી ક્રિકેટમાં સટ્ટાબાજીને કાયદેસર કરવા અંગે સૂચનો માગવામાં આવ્યાં છે.” આ પત્ર પર ભારતીય વિધિ આયોગના સચિવ સંજયસિંહના હસ્તાક્ષર છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે સટ્ટાબાજીને કાયદાનું રૂપ આપવા માટે વિધિ આયોગને શક્યતાઓ ચકાસવા માટે કહ્યું છે. આથી આયોગ ક્રિકેટ સાથે જોડાયેલા બધા પક્ષો પાસેથી સૂચનો માગી રહ્યું છે. બધા રાજ્ય સંઘને જેમ બને તેમ જલદી સૂચનો આપવા માટે પત્રમાં કહેવામાં આવ્યું છે, જેથી તેઓ અહેવાલ તૈયાર કરી શકે.

• દુનિયામાં રમતોમાં ૪૦૦ બિલિયન ડોલર (લગભગ ૨૫,૫૮૦ કરોડ રૂપિયા)નો સટ્ટાબાજીનો કારોબાર છે.
• ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, અમેરિકા સહિત ઘણા દેશમાં ક્રિકેટની રમતમાં સટ્ટાબાજી કાયદેસર છે.
• ભારતમાં ઘોડાદોડ પર સટ્ટો કાયદેસર છે, પરંતુ અન્ય રમતોમાં દાવ લગાવવો કાયદાની વિરુદ્ધ છે.
• ભારતીય રમતોમાં ત્રણ લાખ કરોડ રૂપિયાનું સટ્ટાબાજીનું બજાર છે.

You might also like