લશ્કરી મથકોની સુરક્ષા માટે એક રૂપિયો હજુ સુધી ફાળવવામાં આવ્યો નથી

નવી દિલ્હી: પઠાણકોટ હુમલા બાદની તપાસ પરથી જાણવા મળ્યું કે દેશભરના ૩,૦૦૦થી વધુ સંવેદનશીલ લશ્કરી મથકોમાં વધુ ને વધુ સુરક્ષાની જરૂર છે. આ માટે રૂ.ર,૦૦૦ કરોડની માગણી કરાઇ હતી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે હજુ સુધી આ બાબતે એક રૂપિયો પણ મંજૂર કર્યો નથી.

લશ્કરી મથકોની સુરક્ષા મજબૂત કરવા માટે સેના તરફથી રૂ.ર,૦૦૦ કરોડની માગણીને સંરક્ષણ મંત્રાલય વાજબી ગણતું નથી. આ માગણી સાથે જોડાયેલી બાબતો સામે આવતાં મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે આ વાત સાચી છે કે હજુ સુધી અલગથી રકમ અપાઇ નથી, પરંતુ સેના દરેક કામ માટે અલગથી રકમ માગશે તો તે યોગ્ય નહીં ગણાય.

સંરક્ષણ બજેટમાં દરેક સર્વિસ હેડ કવાર્ટરને ભાગ આપવામાં આવે છે. ભારત સરકાર અલગથી રૂ.ર,૦૦૦ કરોડ કેવી રીતે આપશે. આ કમ્પોઝ કમિટીનું કામ નહોતું કે સરકારને રૂ.ર,૦૦૦ કરોડ આપવા માટે કહે. તેનું કામ હતું કે તે લશ્કરી મથકોની સુરક્ષાને ઓડિટ કરે અને જનરલ ગાઇડ લાઇન્સ બનાવે. તેમણે એ જ કર્યું. ત્યારબાદ સરકારની ગાઇડ લાઇનને મંજૂરી આપીને ત્રણેય સેનાના મુખ્યાલયને મોકલવામાં આવી હતી, કેમ કે દરેક સેનાની પોતાની અલગ જરૂરિયાત છે. એ પ્રમાણે મંત્રાલય પાસેથી તેમને ખર્ચની છૂટ આપવામાં આવે. પૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે લોકલ કમાન્ડરોને પણ સત્તા આપી હતી. હવે આગળનું કામ કરવાનું છે.
http://sambhaavnews.com/

You might also like