સરકાર જલ્દી રજૂ કરશે બાયોમોટ્રિક ડિટેલ્સ વાળો ઇ-પાસપોર્ટ

નવી દિલ્હી: પાસપોર્ટ બનાવવાના નિયમોને હાલમાં સરળ બનાવ્યા બાદ મોદી સરકાર એવા દસ્તાવેજોનો ખોટો ઉપયોગ રોકવા માટે કડક ફીચર લાવવાની તૈયારીમાં છે. 2017માં બાયોમેટ્રીક ડિટેલ્સથી લેસ ઇ-પાસપોર્ટ લોન્ચ કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર વિદેશ મંત્રાલય જલ્દી ચિપ વાળા ઇ-પાસપોર્ટ રજૂ કરશે, જેનાથી પાસપોર્ટ સંબંધી જાણકારીની ઇલેક્ટ્રોનિક રીતે પુષ્ટિ કરી શકાશે.

ઇ-પાસપોર્ટ ડેટાને સુરક્ષિત રાખશે અને નકલી પાસપોર્ટના જોખમને રોકી શકાશે. ઇ-પાસપોર્ટમાં એક ઇલેક્ટ્રોનિક ચીપ હોય છે. ચિપમાં એ જ સૂચનાઓ હોય છે, જે પાસપોર્ટના ડેટા પર છાપેલી હોય છે. ચિપ દ્વારા ઇમિગ્રેશન અધિકારીઓને ફ્રોડને શોધવામાં અને પાસપોર્ટનો ખોટો ઉપયોગ રોકવામાં મદદ મળશે. ઇ-પાસપોર્ટ બાદ વિદેશ મંત્રાલયની યોજના પૂરી રીતે ડિજીટલ પાસપોર્ટ લોન્ચ કરવાની છે, જેને મોબાઇલમાં પણ રાખવામાં આવશે.

સરકારે શિયાળા સત્રમાં ઇ-પાસપોર્ટથી જોડાયેલા એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રી વી કે સિંહએ જણાવ્યું હતું કે, સરકારે નાસિકના ઇન્ડિયા સિક્યોરિટી પ્રેસમાં ઇ-પાસપોર્ટના મેન્યુફેક્ચરિંગ માટે ઇલેક્ટ્રોનિક કોન્ટેક્ટલેસ ઇનલેજને પ્રોક્યોરમેન્ટ મંજૂરી આપી દીધી છે. આ કનેક્શનમાં ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગનાઇઝેશન કમ્પ્લાયન્ટ ઇલેક્ટ્રોનિક કોન્ટ્રાક્ટલેસ ઇનલેજ સાથે ઓપરેટિંગ સિસ્ટમ ખરીદવા માટે આઇએસપી નાસિકના ત્રણ સ્તરનું ટેન્ડર નિકાળવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઓપરેટિંગ સિસ્ટમ ઇ-પાસપોર્ટની મેન્યુફેક્ચરિંગ માટે જરૂરી છે. ટેન્ડર અને પ્રોક્યોરમેન્ટની પ્રક્રિયાને સફળતાપૂર્વક પરિણામ આપ્યા બાદ ઇ-પાસપોર્ટનું મેન્યુફેક્ચરિંગ શરૂ કરવામાં આવશે.

પાસપોર્ટની ડુપ્લિકેસી રોકવા માટે વિદેશ મંત્રાલય દેશભરના પાસપોર્ટ સેન્ટરને દરેક ભારતીય રાજકારણી મિશન સાથે જોડવા માટે સિસ્ટમ બનાવશે. પહેલા એવી વખત ઘટનાઓ સામે આવી ગઇ છે, જ્યારે ભારતીય નાગરિકોએ વિદેશમાં પહેલા દૂતાવાસ અને બારતમાં પાસપોર્ટ ઓફિસ દ્વારા એક સાથે અપ્લાય કર્યું હોય.

એક અધિકારીએ જણાવ્યું કે, ‘ આ પ્રકારની તરકીબનો હેતુ કોઇ પણ જગ્યાએથી જલ્દીથી પાસપોર્ટ મેળવવો. જો કે નવી સિસ્ટમમાં જ્યારે કોઇ અરજદાર એક સાથે અથવા ખૂબ ઓછા સમયમાં બે અલગ અલગ લોકેશનથી પાસપોર્ટ માટે અપ્લાય કરશે, તો નવી સિસ્ટમ મંત્રાલયને એલર્ટ કરી દેશે.’

You might also like