ધોરણ 12 પાસ કરનારા વિદ્યાર્થીઓને ટોકન દરે ટેબ્લેટ અપાશે

ગાંધીનગર : ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજુ કરતા સમયે નાણામંત્રી નીતિન પટેલે ધોરણ 12 પછીનો અભ્યાસ કરાનારા વિદ્યાર્થીઓ માટેની એક વિદ્યાર્થી લક્ષી જાહેરાત કરી હતી. સરકાર હાલ જ્યારે ડિજીટલાઇઝેશન તરફ લોકોને વાળવા માટેના પ્રયાસો કરી રહી છે ત્યારે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ટોકનદરે ટેબ્લેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓને માત્ર 1 હજાર રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવશે. નીતિન પટેલે કરેલી જાહેરાત પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે ધોરણ.12ની બોર્ડની પરીક્ષામાં પાસ થનાર અને કોલેજમાં એડમિશન લેનાર અંદાજે સાડાત્રણલાખ જેટલા વિદ્યાર્થીઓને ફક્ત 1 હજાર રૂપિયાનાં દરે ટેબ્લેટ આપવામાં આવશે.

નીતન પટેલે કહ્યું કે ગુજરાતનું યુવાધન પોતાની બુદ્ધી અને કુશળતાથી વિશ્વમાં ડંકો વગાડવાની હામ રાખે છે. તેમની ક્ષમતાને સાકાર કરવા અને વૈશ્વિક જ્ઞાન સાથે તેમની જોડીને સશક્ત કરવા અમારી સરકારે આ નિર્ણય કર્યો છે. ટેબ્લેટ આપવા માટે 200 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

You might also like