હવે નેટબેંકિગ પર લાગતા આ ચાર્જ નહિ લગાડવાનો આદેશ

નવી દિલ્લી: ડિઝિટલ ટ્રાન્ઝેક્શનને ઉત્તેજન આપવા માટે નાણાં મંત્રાલયે ગુરુવારના સરકારી બેંકો પાસેથી નેટ બેંકિંગના ચાર્જિસમાં ઘટાડો કરવા કહેવામાં આવ્યું છે. મંત્રાલયે બેંકોને કહ્યું કે આઈએમપીએસ અને યુપીઆઈ દ્વારા 1,000 રૂપિયાથી વધુનું ફંડ ટ્રાન્સફર કરવા પર ચાર્જિસ લાગે છે, જેને નાબૂદ કરવાની વાત કહેવામાં આવી છે.

આરબીઆઈના નિયમો પ્રમાણે 10,000 રૂપિયા સુધી એનઈએફટી ટ્રાન્સફરમાં 2.5 રૂપિયાની ફી લાગતી હતી. 10,000થી 1 લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરવા પર 5 રૂપિયાનો ચાર્જ લાગતો હતો. જ્યારે 1થી 2 લાખ રૂપિયા મોકલવા માટે 15 રૂપિયા ચૂકવવા પડતા હતા. 2 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરવા માટે 25 રૂપિયા ફી લાગતી હતી. આ સિવાય સર્વિસ ટેક્સ પણ ચૂકવવો પડતો હતો.

એટલું જ નહિ, મંત્રાલયે મોબાઇલ દ્વારા થતા અનસ્ટ્રક્ચર્ડ સપ્લિમેન્ટ્રી સર્વિસ ડેટા દ્વારા એક હજારથી વધુના ટ્રાન્જેક્શનમાં પણ 50 પૈસાનું ડિસ્કાઉન્ટ આપવાનું કહ્યું છે. યુએસએસડી મોબાઇલ શોર્ટ કોડ મેસેજ હોય છે, જે મુખ્ય રીતે ફીચર મોબાઇલ દ્વારા બેંકિંગમાં વાપરવામાં આવે છે. યૂએસએસડી ટ્રાન્જેક્શનની ફી 1.50 રૂપિયા છે, જેને સરકારે 30 ડિસેમ્બર 2016 સુધી નાબૂદ કરી છે.

You might also like