સરકારે કહ્યું બેંકો પોતાના નાણાકીય નિર્ણય પર પુન:વિચાર કરે

નવી દિલ્હી : સરકારે દેશની સૌથી મોટી વાણિજ્યિક બેંક ભારતીય સ્ટેટ બેંક સહિત સરકારી અને ખાનગી બેંકોને નિર્ધારિત સંખ્યાથી વધારે રોકડ લેવડદેવડ કરવા પર ચાર્જ લગાવવા અંગે ફરીથી વિચાર કરવા માટે જણાવ્યું છે. અધિકારીક સુત્રોએ કહ્યું કે સ્ટેટ બેંકના બચત ખાતામાં લઘુતમ રકમ વધારવાનાં નિર્ણય અંગે પણ પુનર્વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે. સ્ટેટ બેંકની સાથે જ ખાનગી ક્ષેત્રની આઇસીઆઇસીબેંક અને એચડીએફસી, એક્સિસ સહિતની બેંકોને એટીએમ સહિતનાં ચાર્જ લગાવવાનાં નિર્ણયની પુનસમીક્ષા કરવા માટે કહ્યું છે.

સ્ટેટ બેંકે એક એપ્રીલથી વધારેલ લઘુતમ બેલેન્સ નહી રાખનારા લોકો પર દંડ લગાવવાનાં નિર્ણયને પણ પાછો ખેંચવા માટે કહ્યું છે. બેંકોએ હાલમાં જ જાહેરાત કરી હતી કે તે બચત ખાતા ધારકો પર મહિનામાં ચારથી પાંચ વખતથી વધારે વખત રોકડ લેવડ દેવડ કરશે તો 150 રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવશે. જે તમામ બેંકો પર નિર્ણય લાગુ કરાયો હતો.

સ્ટેટ બેંકે મહાનગરોમાં બચત ખાતાની લઘુતમ જમા રકમની મર્યાદા વધારીને પાંચ હજાર રૂપિયા, શહેરી વિસ્તારોમાં ત્રણ હજાર અને અર્ધ શહેરી વિસ્તારોમાં બે હજાર રૂપિયા અને ગ્રામીણ વિસ્તારોમાં એક હજાર રૂપિયા કરવાની જાહેરાત કરી છે. આ તમામ નિર્ણય એક એપ્રીલથી પ્રભાવી થવાનાં છે.

You might also like