કેન્દ્ર એર ઇન્ડિયાને રૂ.980 કરોડની તત્કાળ મદદ કરશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એર ઇન્ડિયાને રૂ.૯૮૦ કરોડની મદદ કરવાનો નિર્ણય કર્યો છે. એર ઇન્ડિયા પાસે પોતાનું દેવું ચૂકવવા નાણાં ભંડોળ નથી આથી એર ઇન્ડિયાની અપીલ પર સરકારે રૂ.૯૮૦ કરોડ ઇક્વિટી તરીકે રોકવાનો નિર્ણય કર્યો છે.

આ રકમનો એક મોટો ભાગ (લગભગ રૂ.પપ૦ કરોડ) સપ્ટેમ્બરમાં પેમેન્ટ નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) પર વ્યાજ ચૂકવવા પાછળ ખર્ચાશે. એર ઇન્ડિયાએ પોતાના ટર્ન એરાઉન્ડ પ્લાન (ટેપ)ના ભાગરૂપે બેન્કોની લોન ચૂકવવા માટે સરકારની ગેરંટીવાળા રૂ.૭૪૦૦ કરોડના એનસીડી જારી કર્યા હતા.

એર ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે બાકીની રકમ ભૂમિગત થયેલા વિમાનોના સ્પેરપાર્ટસ માટે ખર્ચવામાં આવશે. ત્યાર બાદ આ વિમાનો જલદી ઉડાન ભરવા માટે તૈયાર થશે. આ ઉપરાંત અમે ઇન્ટરનેશનલ અને અન્ય વેન્ડર્સને પણ પેમેન્ટ કરીશું.

૯૮૦ કરોડ રૂપિયાનું આ રોકાણ જાન્યુઆરી ર૦૧૩માં સ્વીકારાયેલ ટર્ન એરાઉન્ડ પ્લાનનો એક ભાગ છે જેમાં નવ વર્ષમાં એરલાઇન્સમાં રૂ.૩૦,ર૩૧ કરોડ રોકવા માટે મંજૂરી આપવામાં આવી હતી. આ નવી રકમ સાથે એર ઇન્ડિયાના વાયદા અનુસાર ઇક્વિટી તરીકે લગભગ રૂ.ર૯,૭૩૦ કરોડ મળી જશે.

અહેવાલ અનુસાર ઉડ્ડયન મંત્રાલયે નાણાં મંત્રાલયને એર ઇન્ડિયાને માટે તાત્કાલિક રૂ.પ૦૦ કરોડ રિલીઝ કરવા જણાવ્યું હતું.

You might also like