અગસ્તા વેસ્ટલેન્ડ સાથેનાં તમામ સોદા રદ્દ કંપની બ્લેક લિસ્ટેડ

નવી દિલ્હી : અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલ કૌભાંડ મુદ્દે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે હેલિકોપ્ટર બનાવનારી કંપની ફિનમેક્કાનિકા સાથેનાં તમામ સંરક્ષણ સોદાઓ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ સરકારે આ કંપનીને બ્લેક લિસ્ટ કરવાની વાત પણ કરી છે. સંરક્ષણ પ્રધાન પર્રિકરે પીટીઆઇને આપેલા એક ઇન્ટરવ્યું દરમિયાન આ વાત જણાવી હતી. તેમણે તેમ પણ કહ્યું કે ફિનમેક્કાનિકા અને તેનાં નિયંત્રણમાં રહેલી તમામ કંપનીઓને બ્લેક લિસ્ટેડ કરવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે.

કાયદા વિભાગને આ અંગેની એક નોટ મોકલવામાં આવી ચુકી છે. પર્રિકરે કહ્યું કે જ્યાં કોઇ પણ ફિનમેક્કનિકા અને તેનાં નિયંત્રણવાળી કંપનીઓ સાથે નાણાકીય સંબંધ જોડાયેલો છે. તમામ પ્રકારનાં પ્રસ્તાવ સંબંધી નિવેદનોને પુરા કરી દેવામાં આવશે. હું આ મુદ્દે સંપુર્ણ સ્પષ્ટ છું. જો કે પર્રિકરે આ સાથે જ સ્પષ્ટ કહ્યું કે આ કંપની સાથે જે સંરક્ષણ સાથે જોડાયેલ છે તેનાં વાર્ષિક મેન્ટેન્સ અને અમુક સ્પેરપાર્ટ પુરા પાડવા વગેરેનું કામ યથાવત્ત રહેશે. પરંતુ કોઇ નવો સંરક્ષણ સોદો આ કંપની સાથે નહી કરવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ડબલ્યુએસએસ કંપની સાથે સ્કોર્પિયન સબમરીન માટે હેવિવેટ ટોરપિડો ખરીદવાનાં પ્રસ્તાવ અંગેનાં નિવેદનોને રદ્દ કરવામાં આવી ચુક્યા છે. આ અંગેનાં કરાર કોંગ્રેસ નીત યુપીએ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો.ડબલ્યુએસએસ ફિનમેક્કાનિકાનાં નિયંત્રણવાળી કંપની છે. પર્રિકરે કહ્યું કે બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા પહેલા જ ચાલુ થઇ ચુકી છે. જો કોઇ નક્કી વર્ષ સુધી બ્લેક લિસ્ટ કરવાનો કેસ હશે તો તે અંગે આદેશમાં જણાવવામાં આવશે.

You might also like