સુપ્રીમ કોર્ટે NEETનાં ચુકાદા અંગે રાજ્યો સાથે મંત્રણા : જેટલી

નવી દિલ્હી : દેશભરની સરકારી અને ખાનગી કોલેજોમાં મેડિકલ કોર્સ માટે એક જ પરિક્ષા કરાવવાનાં સુપ્રીમ કોર્ટનાં ચુકાદા અંગે સરકારનું કડક વલણ જોવા મળી રહ્યું છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ આ મુદ્દે સરકારી હસ્તક્ષેપનાં સંકેતો આપતા સોમવારે કહ્યું કે સરકાર કોર્ટનાં ચુકાદા અંગે રાજ્યો સાથે ચર્ચા કરી રહી છે. જેટલી અગાઉ પણ આ મુદ્દે કોર્ટનાં ચુકાદા પર પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. જેટલીએ સોમવારે કહ્યું કે તમામ રાજ્યોનાં સ્વાસ્થયમંત્રી આજે કેન્દ્રીય સ્વાસ્થય મંત્રીને મળી રહ્યા છે. સાંજે રાજનીતિક પાર્ટીઓ પણ આ અંગેચર્ચા કરવા માટે મળી રહી છે.

જેટલીએ કહ્યું કે રાજ્યોનું કહેવું છે કે તેમનાં બોર્ડ અસમાન છે. તેમની ભાષાઓ પણ અલગ છે. શું અસમાન અને અલગ પ્રકારનાં લોકો માટે એક જ મંચ પર પ્રતિયોગીતામાં ભાગ લેવા કહી શકાય છે. મને લાગે છે કે આ મુદ્દે હવે કાર્યપાલીકા પાસે છે. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધી છે, પરંતુ મને લાગે છે કે અમારે આ મુદ્દે ઉકેલ લાવવો પજશે. સુપ્રીમ કોર્ટે ગત્ત મહિને જ નિર્દેશો આપ્યા હતા કે આ વર્ષથી જ મેડિકલ કોર્સનાં માટે એક સામાન્ય પ્રવેશ પરિક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેસ ટેસ્ટ (NEET)નું આયોજન કરવામાં આવે.

કોર્ટે રાજ્ય સરકારો અને ખાનગી કોલેજોની તે અરજી ફગાવી દીધી હતી કે નીટને તેનાં પર થોપવામાં આવવી ન જોઇએ. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે અને કાર્યપાલિકા વચ્ચે ટક્કર અંગે પુછવામાં આવતા જેટલીએ અમુક ખાસ મુદ્દાઓ પર કાર્યપાલિકાનાં અધિકાર અંગેની વાત કરી હતી. તેમણે કહ્યું કે ન્યાયપાલિકાનું સ્વતંત્ર હોવું જરૂરી છે. પરંતુ કાર્યપાલિકાનાં કોર્ટનો હસ્તક્ષેપ ઓછો હોવો જોઇએ. કાર્યપાલિકાનો કોઇ નિર્ણય હોય તો તેનાં ઉપાયો છે.લોકો નિર્ણય વિરુદ્ધ સરકારને જણાવી શકાય છે. કોર્ટ પણ તે નિર્ણયને રદ્દ કરી શકે છે. પરંતુ કોર્ટ જ્યારે ખોટો ચુકાદો લે ત્યારે કોઇ ઉપાય ખરો ?

You might also like