લશ્કરને સીમા પર ગુપ્ત શાખા બનાવવાની મંજૂરી

નવી દિલ્હી : સિક્કિમની નજીકનાં ભૂટાન પાસે રહેલી સીમા પર ચીનની સાથે ગત્ત લગભગ એક મહિનાથી ચાલી રહેલા વિવાદો વચ્ચે સરકારે નેપાળ અને ભૂટાન સીમા પર ચોક્કસી કરનારા સશસ્ત્ર સીમા દળમાં ગુપ્ત શાખાની રચના કરવાને મંજૂરી આપી દીધી છે. એસએશબીનાં અનુસાર ગૃહમંત્રાલયે દળની સંચાલન શક્તિને વધારવાની દિશામાં મોટુ પગલું ઉઠાવતા તેની ગુપ્ત શાખાની રચનાને મંજૂરી આપી દીધી છે. આ ગુપ્ત શાખામાં લગભગ 650 પદ હશે જે લડાયક ભૂમિકા નિભાવવામાં પણ સક્ષણ હશે. આ નિર્ણય બાદ એસએશબી ભૂટાન અને નેપાળની નજીકનાં વિસ્તારોમાં મુખ્ય ગુપ્તએજન્સી સ્વરૂપે કામ કરશે.

દળની તરફથી ગૃહમંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે નેપાળ અને ભૂટાન પાસેની સીમાઓ તથા આંતરિક ક્ષેત્રોમાં પુરી ક્ષમતાથી કામ કરવા માટે દળની ગુપ્ત શાખાઓનું હોવું જરૂરી છે. નેપાળ અને ભૂટાન પાસેની સીમાઓ પર લોકોનાં મુક્ત આવન જાવનની વ્યવસ્થા છે અને એસએસબી આ સીમાઓને લગતી સમગ્ર વિસ્તારમાં નજર રાખે છે. આ બંન્ને દેશોનાં લોકોની સાથે ભારતીય ક્ષેત્રીય, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધ છે.

આ સીમાઓ પરથી અપરાધિઓ અને રાષ્ટ્ર વિરોધી તત્વોની આવન જાવનની આશંકા છે. માટે વિઝા મુક્ત વ્યવસ્થામાં તેમનાં પર નજર રાખવી ખુબ જ પડકાર રૂપ છે. ગુપ્તચર શાખા હોવું એટલા માટે પણ જરૂરી છે કારણ કે આ બંન્ને દેશોમાંથી તસ્કરીની ઘણી ઘટનાઓ પણ સામે આવે છે. આ સીમાઓ પર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને ન્કસલવાદીઓની ગતિવિધિઓ થતી રહે છે.

You might also like