વિજય માલ્યાને ડિપોર્ટ કરવા માટે બ્રિટન હાઇકમિશ્નનને લખાયો પત્ર

નવી દિલ્હી : તપાસ એજન્સીઓની પકડથી દુર ભાગી રહેલા વિજય માલ્યાનું બચવું હવે અશક્ય લાગી રહ્યું છે. પોસપોર્ટ રદ્દ કરવાની સાથે જ હવે વિદેશ મંત્રાલયે વિજય માલ્યાને ડિપોર્ટ કરવા માટે બ્રિટનને અનુરોધ કર્યો છે. ઇડીની અપીલ બાદ માલ્યા વિરુદ્ધ કોર્ટને પહેલા જ બિનજામીન પાત્ર વોરન્ટ ઇશ્યુ કરેલો છે. માલ્યા પર કિંગફિશર એરલાઇન્સને મળેસ બેંકોની લોકનનાં નાણાનો દુરૂપયોગ કરવાનો આરોપ છે. માલ્યાની વિરુદ્ધ તમામ કાર્યવાહી ઇડીનાં અનુરોધ પર જ થઇ રહ્યું છે.

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યું કે બ્રિટનનાં હાઇકમિશ્નને પત્ર લખીને વિજય માલ્યાનાં પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી છે. તેનાં માટે વિજય માલ્યા પર બ્રિટનનાં વિઝાનાં નિયમોનું ઉલ્લંઘન કરાયાનો હવાલો નાખવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વિજય માલ્યા ટૂરિસ્ટ વિઝા પર બ્રિટન ગયા હતા. ખુદ માલ્યાએ કહ્યું હતું કે તેઓ એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે બ્રિટન ગયા હતા. જેની પરવાનગી ટૂરિસ્ટ વિઝા પર નથી આપવામાં આવી. આ સાથે જ વિદેશ મંત્રાલયે પોતાનાં પત્રમાં માલ્યાની વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરન્ટ ઇશ્યુ કરવા, પાસપોર્ટ રદ્દ કરવા અને તપાસ એજન્સીઓ સામે પુછપરછ માટે હાજર થવાની વાત કરી છે.

ઉલ્લેખનીય છે કે ઇડી ત્રણ વખત વિજય માલ્યાને સમન આપીને પુછપરછ માટે હાજર રહેવાનું કહી ચુકી છે. પરંતુ માલ્યા દ્વારા હાજર થવામાં છલકછલાણુંવાળી નીતી અખત્યાર કર્યા બાદ સરકારે કડક પગલા લેવાનાં ચાલુ કર્યા છે. ઇડીએ વિદેશ મંત્રાલયને પાસપોર્ટ રદ્દ કરવા ઉપરાંત મુંબઇની કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરન્ટ પણ ઇશ્યુ કરાવ્યું છે. એટલું જ નહી ઇડી નિર્દેશક કરનલ સિંહે પોતે વિદેશ મંત્રાલયને પત્ર લખીને માલ્યાને બ્રિટનમાંથી પ્રત્યાર્પીત કરવા માટે અપીલ કરી છે.

You might also like