સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ભરતી, 14 હજારથી વધારે જગ્યા માટે જલ્દી કરો અરજી…

અલાહાબાદ : બેસિક એજ્યુકેશન શિક્ષણની સ્કૂલોમાં 14,165 સહાયક અધ્યાપક માટેની અરજી મંગાવામાં આવી રહી છે. આમા 4 હજાર ઉર્દુના શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જ્યારે 10,165 ટીઇટી પાસ, બીટીસી અથવા સમકક્ષ ડિગ્રીથી પાસ હોવો જરૂરી છે.
બેસિક એજ્યુકેશન શિક્ષણના સંયુકત સચિવ અશોક કુમાર ગુપ્તાના જણાવ્યા અનુસાર ભરતી સંબંધિત પ્રસ્તાવ સરકારને રજૂ કરવામાં આવ્યો છે જેને મંજૂરી મળી ગયા બાદ ભરતીપ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

પ્રાઇમરી સ્કૂલોમાં કુલ 3,14,131 જગ્યા છે, જ્યારે 47 જિલ્લામાં સહાયક શિક્ષકોની જગ્યા ખાલી છે. આ જિલ્લામાં કુલ 2,04,222 જગ્યામાંથી 18,273 જગ્યા હાલમાં ભરતી કરવાની છે. બીટીસી 2013 બેચના અભ્યાર્થીઓ 30 હજાર જગ્યા ભરવાની માગ કરી રહ્યા છે. અલ્હાબાદ મંડળના પ્રતાપગઢમાં 500, ફતેહપુરમાં 350, કૌશાંબીમાં 150 જગ્યા છે. હાથરસમાં 600, મહારાજગંજમાં 500, ગોંડામાં 700 અને રામપુરમાં 600 જગ્યા માટે ભરતી કરવાની છે.

You might also like