યૂપીના 61 શહેરોના વિકાસ માટે 4000 કરોડ મંજૂર

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવતા પહેલા વિકાસ કાર્યોને ગતિ આપવામાં કેન્દ્ર સરકાર જોડાઇ ગઇ છે. કેન્દ્રની રણનીતિ પહેલાંથી ચાલી રહેલી યોજાને જમીન પર ઉતારવાની છે. જેની શરૂઆત કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે કરી છે. મંત્રાલયે ગુરૂવારે પ્રદેશના એક લાખથી વધારે જનસંખ્યા ધરાવતા 61 શહેરોમાં પાયાની સુવિધા વધારવા માટે ચાર હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે. આગામી ત્રણ વર્ષમાં અહીં જળપૂર્તિ, સીવેઝ નેટવર્ક સહિત અન્ય વિકાસ કાર્યો થશે.

શહેરી વિકાસ મંત્રાલય શહેરોમાં પાયાની સુવિધાઓ વિકસાવવા માટે મિશન અમૃત પર કામ કરી રહી છે. જેમાં ઉત્તર પ્રદેશમાં એક લાખથી જનસંખ્યા ધરાવતા 61 શહેરોને શામેલ કરવામાં આવ્યાં છે. કેન્દ્રિય સરકારી યોજના છે કે 2020 સુધી આ શહેરોમાં રોજ દરેક વ્યક્તિને 135 લીટર પાણી પહોંચાડવામાં આવશે. સાથે જ દરેક ઘર સીવેજ નેટવર્ક સાથે જોડાય. મંત્રાલય હવે આગામી ત્રણ વર્ષ માટે એક સાથે વિકાસ યોજનાને લીલી ઝંડી આપી રહ્યું છે. જળપૂર્તિ માટે લખનઉ, કાનપુર, આગરા, ગાજિયાબાદ મેરઠ સહિત 46 શહેરોમાં સુવિધા આપવામાં આવશે. સીવેઝ માટે લખનઉ, ઇલ્હાબાદ, આગરા, ગાજિયાબાદ, કાનપુર, મેરઠ, ગોરખપુર સહિત 47 શહેરોમાં સુવિધા ઉત્તમ કરવામાં આવશે. તમામ 61 શહેરોમાં હરિત ક્ષેત્ર, ગ્રીન પરિવહન વગેરેનો વિકાસ થશે.

http://sambhaavnews.com/

You might also like