નવી દિલ્હી : મનરેગાનાં મજુરોને કામ માટે આધાર જોઇએ. સરકારે તેના માટે 31 માર્ચ સુધીનો સમય આપ્યો છે જેથી બાકી રહેલા લોકો પોતાનું આધારકાર્ડ બનાવી શખે. આ મુદ્દે રાજ્યસભામાં પુછાયેલા સવાપના જવાબમાં સરકારે સ્પષ્ટતા કરી કે મનરેગા માટે આધાર કાર્ડને ફરજીયાત બનાવવામાં આવ્યું છે.
યોજનામાં પારદર્શિતા લાવવા માટે આધાર નંબરનો ઉપયોગ કરવામાં આવતો રહ્યો છે. જેના કારણે 56 લાખ નકલી જોબ કાર્ડ રદ્દ કરવામાં આવ્યા છે. રાજ્યસભામાં પુછાયેલા સવાલનાં જવાબમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર તોમરે જણાવ્યું કે મનરેગામાં 80 ટકા જોબ કાર્ડ ધારકોને આધાર નંબર સાથે લિંક કરવામાં આવ્યા છે.
સરકાર આ અભિયાનમાં કુલ 56 લાખ જોબ કાર્ડ નકલી મળી આવ્યા છે. તેમણે કહ્યું કે આધાર સાથે લિંકઅપ થવાનાં ઘણા ફાયદા છે, જેના માટે લોકોનો પ્રેરિત કરવામાં આવી રહ્યા છે, જો કે આધાર નંબરને ફરજીયાત નથી બનાવવામાં આવ્યો.