સેકન્ડ હોમ લોન વ્યાજ પર 2 લાખથી વધારે ટેક્સ બેનિફિટ નહી : અઢીયા

નવી દિલ્હી : બીજુ ઘર ખરીદનાર લોકોને વાર્ષિક 2 લાખ રૂપિયાની ટેક્સ છુટ પર પ્રતિબંધવાળા પ્રસ્તાવને પાછો લેવાની સરકારે મનાઇ કરી દીધી છે. તેની પહેલા શુક્રવારે સમાચાર હતા કે નાણાકીય વિધેયક, 2017માં રજુ કરવામાં આવેલા આ પ્રસ્તાવને સરકાર પાછો લઇ શકે છે. મહેસુલ સચિવ હસમુખ અઢીયાએ શનિવારે કહ્યું કે જે લોકોની પાસે સરપ્લસ ફંડ છે, તેમના દ્વારા બીજા ઘર ખરીદવા પર ટેક્સ છુટ આપવાનો કોઇ સવાલ જ નથી ઉઠતો.

અઢીયાએ કહ્યું કે સામાન્ય રીતે સેકન્ડ હોમલોન પર મળનારા ટેક્સ ઇન્સેન્ટિવનો કેટલીક વખત લોકો દુરૂપયોગ કરે છે. સંસાધનોનાં સીમિત હોવનો હવાલો નાખતા અઢિયાએ કહ્યું કે જરૂરી તે છે કે પહેલી વાર ખરીદનારને ટેક્સમાંથી છુટ મળે અથવા તેને પ્રાથમિકતા મળે. તેના બદલે તે લોકોને છુટ આપવી યોગ્ય નથી જે પોતાનાં ઘરમાં રહે છે બીજી પ્રોપર્ટી ખરીદીને કમાણી પણ કરે છે અને ટેક્સમાંથી પણ બચત મેળવે છે.

હાલનાં પ્રવધાનો અનુસાર મકાન માલિક ભાડે આપેલી પ્રોપર્ટીનાં વ્યાજ પર સંપુર્ણ ડિડક્શન ક્લેમ કરી શકે છે. જ્યારે પોતાનાં મકાનમાં પોતે રહેનારા 2 લાખ રૂપિયા સુધી જ ક્લેમ કરવાનાં હકદાર હોય છે.

You might also like