કાળા કુબેરોને વધારે એક તક : ગુપ્ત Mail ID પર કરી શકો છો કાળુનાણુ જાહેર

નવી દિલ્હી : કાળાનાણા છુપાવવા માટે લાંબા સમયથી હવાતીયા મારી રહેલા લોકો માટે સરકાર દ્વારા અગાઉ બે યોજનાનીઓની જાહેરાત કરવામાં આવી ચુકી છે. કેન્દ્ર સરકારે શુક્રવારે વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. જેના હેઠળ કોઇ પણ વ્યક્તિ 50 ટકા ટેક્સ અને પેનલ્ટી ચુકવીને નાણાની જાહેરાત કરી શકે છે.

આ સ્કીમ શુક્રવાર 17 ડિસેમ્બરથી ચાલુ થઇને 31 માર્ચ, 2017 સુધી માન્ય ગણાશે. આ બ્લેકમનીની માહિતી તે ઇમેઇલ દ્વારા પણ મોકલી શકે છે. તે વ્યક્તિની તમામ માહિતી ગુપ્ત રાખવા માટેની બાંહેધરી પણ સરકાર દ્વારા આપવામાં આવી છે.

સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત

– રેવેન્યૂ સેક્રેટરી હસમુખ અધિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ કે, વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના (PMGKY) હેઠળ કરાયેલ બિનજાહેર આવકનો ખુલાસાને સિક્રેટ રાખવામાં આવશે.
– અમે ઇચ્છીએ છીએ કે લોકો PMGKYને જોઇન કરો અને લોકો કલ્યાણનાં કામમાં ભાગીદાર બનો
– કોઇ પણ વ્યક્તિ ઇમેઇલ દ્વારા પણ પોતાના બ્લેકમની અંગે માહિતી આપી શકે છે.
– કાળાનાણાને સફેદમાં કનવર્ટ કરવાનાં પ્રયાસ કરનારાઓ અંગે લોકો પણ મને માહિતી આપે જેથી અમે તેમના સુધી સીધા પહોંચી ચુક્યા.
– આ માહિતી તમે blackmoneyinfo@incometaxgov.in ઇમેઇલ એડ્રેસ પર આવી શકો છો.

You might also like