ટેક્સ ન ભરનારા સાવધાન, સરકારે આવા લોકો પાસેથી વસૂલ્યા 26,500 કરોડ

ટેક્સ ન ચૂકવતા લોકો માટે સરકારે એક મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી છે, જેમાં એવા લોકોના નામે સામેલ કરવામાં આવશે જેઓ મોટી મોટી રકમની લેણ દેણ કરે છે પણ ટેક્સ ભરતા નથી.

આવા લોકો પર સરકારે દબાણ કરીને 1.7 કરોડ જેટલો વધુ ટેક્સ જમા કરાવડાવ્યો છે અને આ મોનિટરિંગથી કેન્દ્ર સરકારને ડિસેમ્બર સુધી 26,500 કરોડ જમા કરવામાં મદદ મળી છે.

નાણામંત્રી અરુણ જેટલીએ શુક્રવારે સંસદમાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોથી ટેક્સ વિભાગમાં આવા લોકોને શોધવામાં આવી રહ્યા છે. જેમના ઘર અને તેમના જરૂરી ડેટાની તપાસ કરવામાં આવી રહી છે.

વધુમાં જેટલીએ જણાવ્યું હતું કે, 2 લાખથી ઉપરની કોઈપણ મોટી રકમની લેણદેણ માટે હવે પાન કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે, જેના કારણે આવા ગેરકાયદેસર રીતે થતા લેવડદેવડની સરકારને માહિતી મળશે.

આ નિયમોના કારણે જ ગયા વર્ષે આવા 35 લોકોને શોધવામાં આવ્યા હતા, જેમના પર ટેક્સ વિભાગને શંકા હતી કે તેઓ ટેક્સ ભરતા નથી. ટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરાતા લોકોએ ટેક્સ જમા કરાવ્યો હતો. નાણામંત્રીએ કહ્યું હતું કે, અમારું લક્ષ્ય છે કે અમે 1.25 કરોડ લોકો પાસે રિટર્ન ફાઈલ કરાવડાવીએ. અમે આવા લોકોને શોધીને તેમને મેઈલ કે મેસેજ કરી રહ્યા છીએ.

You might also like