ડિજિટલ પેમેન્ટ પરના વધારાનાં ચાર્જ હટાવી તેને સરળ બનાવાશે : જેટલી

નવી દિલ્હી : નાણામંત્રી અરૂણ જેટલીએ ગુરૂવારે કહ્યું કે, સરકાર અને રિઝર્વ બેંક ડિજિટલ પેમેન્ટનો ખર્ચ ઓછો કરવા માટેના ઉપાયો કરી રહી છે. સરકાર ઇન્ટરનેટ ફ્રોડ સહિતનાં ગુનાઓ પ્રત્યે પણ જાગૃત છે અને તેને સુરક્ષીત કરવા માટે પ્રયાસ કરી રહી છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહીત કરવાનાં ઉદ્દેશ્ય અર્થવ્યવસ્થામાં કેશના ઉપયોગને ઘટાડવાનો છે ન કે તેને ખતમ કરી દેવાનો.

નાણા મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની 5મી બેઠકની અધ્યક્ષતા કરતા જેટલીએ કહ્યું કે ડિજિટલ લેવડ દેવડના સમાનતરની એક સુવિધા છે. તે સંપુર્ણ રીતે રોકડનાં સ્થાન લેવા માટે નથી. તેમણે કહ્યું કે કેશલેસ ઇકોનોમી વાસ્તવમાં એક લેસ કેશ પેમેન્ટવ્યવસ્થાની હોય છે. કોઇ પણ અર્થવ્યવસ્થા સંપુર્ણ કેશલેસ ન થઇ શકે.

જેટલીએ બેઠકમાં હાજર સાંસદોને કહ્યું કે સરકાર ડિજીટલાઇઝેશનને પ્રમોટ કરવા માંગે છે. કારણે મોટા પ્રમાણમાં રોકડનો ઉપયોગનાં પોતાનાં પરિમાણ હોય છે. તેમણે કહ્યું કે ઓછી રોકડનો ઉપયોગ અને જિડિટલ પેમેન્ટ કરવું જોઇએ. નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારે લોકોને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની તરફ આકર્ષિત કરવા માટે કેટલાક પ્રોત્સાહનોની જાહેરાત કરી છે. જે અંગે જનતાની પ્રતિક્રિયા પ્રતિક્રિયા ખુબ જ ઉત્સાહજનક છે.
Visit : sambhaavnews.com

You might also like