સરકાર ટૂંકમાં છ PSU કંપનીનો હિસ્સો વેચશે

નવી દિલ્હી: સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાના ભાગરૂપે વધુ છ કંપનીનો હિસ્સો વેચશે. ચાલુ નાણાકીય વર્ષમાં સરકાર રેકોર્ડ ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા મોટા પ્રમાણમાં નાણાં એકઠાં કરવા માગે છે, જેમાં પસંદ કરાયેલ કંપનીઓમાં એચએલએલ લાઇફ કેર, શિપિંગ કોર્પોરેશન, એચએમટી, રાજસ્થાન ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ગોવા શિપયાર્ડ અને એચએસસીસી-ઇન્ડિયાનો સમાવેશ થાય છે. ડિપાર્ટમેન્ટ ઓફ ડિસઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટે વ્યૂહાત્મક વેચાણ માટે તૈયાર કરેલી યાદીમાંથી આ કંપનીઓ પસંદ કરી છે.

કેન્દ્ર સરકાર મોટા ભાગના કિસ્સામાં બે તબક્કાની ઓક્શન પ્રક્રિયા હાથ ધરશે. ડિસઇન્વેસ્ટમેન્ટના પ્રથમ રાઉન્ડમાં રસ ધરાવતા લોકો પાસેથી બીડ મંગાવવામાં આવશે, જેમાં સમીક્ષા કરી બીજા તબક્કામાં શોર્ટ લિસ્ટ તૈયાર કરી વાટાઘાટો કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સરકારે એર ઇન્ડિયા માટે સંભવિત ખરીદદારની શોધ કરી દીધી છે. સરકાર એર ઇન્ડિયાનો ૪૯ ટકા હિસ્સો વેચવા માગે છે.
http://sambhaavnews.com/

You might also like