પાંચ લાખ કરતાં પણ સસ્તી કિંમતે મકાન અાપશે મોદી સરકાર

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર સ્માર્ટ શહેરો બનાવવા માટે ક‌િમટેડ છે તો સાથેસાથે તે લોકોને પાંચ લાખ કરતાં પણ અોછી કિંમતે મકાન અાપશે. માર્ગ પરિવહન અને હાઈવે પ્રધાન નીતિન ગડકરીઅે જણાવ્યું કે કેન્દ્ર સરકાર પાંચ લાખ કરતાં પણ અોછી કિંમતે લોકોને મકાન અાપવાની યોજના બનાવી રહી છે.

ગડકરીઅે ઇન્ડસ્ટ્રી ચેમ્બર અેસોચેમના સ્માર્ટ સિટી સંમેલનમાં અા દાવો કર્યો. તેમણે જણાવ્યું કે સસ્તાં મકાન ખૂબ જરૂરી હોય છે.  અાપણા દેશમાં માત્ર એક ટકા લોકો જ એવા છે, જે ૧૦ લાખ રૂપિયા કરતાં વધુ કિંમતવાળાં મકાન ખરીદવા સક્ષમ છે.  જો અમે પાંચ લાખ રૂપિયાથી અોછી કિંમતનાં મકાન ઉપલબ્ધ કરાવીશું તો ૩૦ ટકા જનતા તેને ખરીદી શકશે.
અા પ્રકારનો એક પ્રયોગ નાગપુરમાં કરાયો છે, જેમાં ૭૦ ટકા ફ્લાયએશનો ઉપયોગ કરાયો છે, તેનો શુભારંભ ૨૦ ફેબ્રુઅારીથી થશે.

ગડકરીઅે કહ્યું કે અાવાં ઘરની નિર્માણ કિંમત ૧,૦૦૦ રૂપિયા પ્રતિવર્ગફૂટ અાવે છે. તે મુજબ અમે ૪૫૦ વર્ગફૂટનું મકાન પાંચ લાખ રૂપિયામાં અાપવા સક્ષમ હોઈશું, તેમાં અમે સોલર એનર્જી સિસ્ટમ લગાવી છે અને ફ્લાયએશમાંથી બનેલો બેડ પણ. તેના પર ૧.૫ લાખ રૂપિયા સબસિડી અાપવામાં અાવશે.  મકાન ખરીદનારને તે ૩.૫ લાખમાં પડશે અને ૭થી ૭.૫ ટકા વ્યાજદર પર લોન પણ મળી શકશે. હવે કોઈ ગરીબ વ્યક્તિ પણ મકાન ખરીદી શકશે.

You might also like