સરકારનો પ્લાન, દર 3 કિમીએ ઇલેક્ટ્રોનિક કાર માટે લગાવવમાં આવશે ચાર્જિંગ પૉઇન્ટ

કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક કારને પ્રોત્સાહન આપવા માટે ચાર્જિંગ સ્ટેશનનું નિર્માણ કરવાનું પ્રસ્તાવ આપ્યો છે. આ પ્રસ્તાવ હેઠળ સરકાર 10 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરોમાં પ્રત્યેક 3 કિલોમીટર પર ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે, આ જ પ્રકારના સ્ટેશન સ્માર્ટ સિટીઝમાં પણ લાગશે.

પ્રસ્તાવ અનુસાર, પ્રત્યેક નેશનલ હાઇવે પર 50 કિલોમીટરની દૂરી પર આવા સ્ટેશન બનાવવામાં આવશે, સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે દેશમાં લગભગ 30000 સ્લો ચાર્જિંગ તથા 15000 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનની જરૂર પડશે. આ ચાર્જિંગ સ્ટેશન આગામી 3-5 વર્ષોમાં લગાવી દેવામાં આવશે.

સરકારના અન્ય એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ચાર્જિંગ સ્ટેશન માટેની જમીનની પસંદગી સ્થાનિક તંત્ર સાથે વાતચીત કરીને અને વીજ સુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. ઉપરાંત જે કંપની ચાર્જિંગ સ્ટેશન બનાવવા માગતી હશે તેને આ જમીન લોંગ-ટર્મ લીઝ પર આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે સરકારી કંપનીઓ જેવી કે NTPC, પાવર ગ્રીડ કોર્પ અને ઈન્ડિયન ઓઈલ કોર્પ જેવી જાહેર ક્ષેત્રની કંપનીઓ કેટલાક શહેરોમાં ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાની તૈયારી કરી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે, સરકાર જાહેર ક્ષેત્રની કંપનીઓને આ પ્રોજેક્ટ માટે સબસીડી પણ આપશે. એનટીપીસીએ તો મહારાષ્ટ્રમાં ચાર્જિંગ સ્ટેશન શરૂ પણ કરી દીધું છે. પાવર ગ્રીડ કોર્પે ગત સપ્તાહે જણાવ્યું હતું કે, તેણે એલ એન્ડ ટી મેટ્રો રેલ (હૈદરાબાદ) લિમિટેડ સાથે હૈદરાબામાં મેટ્રો સ્ટેશનોએ ઈ-કાર્સ અને ઈ-થ્રી વ્હિલર્સ માટે ચાર્જિંગ સ્ટેશનો માટેનું માળખું ઊભું કરવાના કરાર કર્યા છે.

You might also like