મોદી સરકાર સમુદ્ર માર્ગે નોકરીઓનું મોટુ સુનામી લાવશે

નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકારે 2 વર્ષ પુરા કર્યા છે. જો કે આ દરમિયાન સરકાર નોકરીઓ ઉત્પન્ન કરવામાં નિષ્ફળ રહી છે. મોદીએ આ બાબતને ગંભીરતાપુર્વક લીધી છે. જેથી મોદીએ આર્થિક નીતિ નિર્માતાઓની પોતાની કોર ટીમ સાથે મીટિંગનું આયોજન કર્યું હતું કે જેથી એક્શન પ્લાન તૈયાર કરી શકાય. વાતચીતમાં જે એક બાબત સામે આવી હતી તે હતી નિકાસ આધારિત બંદરો દ્વારા નોકરીઓનું નિર્માણ કરવું.

ખાસ કરીને આ રણનીતી એટલા માટે પણ કારગત છે કારણ કે પાડોશી દેશોમાં મજુરી મોંઘી થઇ રહી છે અને કંપનીઓ સસ્તી મજુરીઓ માટે પોતાની ફેક્ટ્રીઓ શિફ્ટ કરવા અંગે વિચારી રહી છે. સુત્રો અનુસાર નીતી પંચે દેશનાં નિકાસ આધારિક વિકાસ રણનીતીને આગળ વધારવા અને મોટા પ્રમાણમાં નોકરીએ પેદા કરવા માટે મેગા કોસ્ટલ ઇકોનોમી જોન પર વધારે જોર આપવા જણાવ્યું હતું. પંચનાં ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ એક પ્રેઝન્ટેશન આપ્યું જેમાં તેમણે જાપા, દક્ષિણ કોરિયા અને ચીનનાં અનુભવોનો ઉલ્લેખ કરાયો ને જણાવાયું કે કઇ રીતે એશિયાનાં આ ત્રણ મોટા દેશોએ પોતાનો વિકાસદર જાળવી રાખ્યો.

પ્રેઝન્ટેશનમાં દર્શાવાયું કે કઇ રીતે મેગા જોન્સ દુનિયાનાં બજારોની અંદર એક્સપોર્ટ ગેમમાં ભારતને જીત અપાવી શકે છે. આઇડિયા એવો અપાયો કે દેશનાં બંદરોનાં આધુનિકરણવાળા સાગરમાલા પ્રોજેક્ટની સાથે જ આ જોન પણ બનાવવામાં આવે. સરકાર આંધ્ર અને ગુજરાતનાં સમુદ્ર કિનારાનો ઉપયોગ કરી શખે છે. તે બે કે ત્રણ જોન બનાવીને તેની આસપાસ ક્લસ્ટર્સ તૈયાર કરવા અંગે પણ વિચારી રહી છે. તેમાં નવા શહેરો બનશે અને માંગ પણ વધશે. હવે અર્થશાસ્ત્રીઓને લાગી રહ્યું છે કે 8 થી 10 ટકાનાં વિકાસદર માટે માત્ર સ્થાનિક બજારો પર નિર્ભર કરવું યોગ્ય નહી હોય.

You might also like