J&K: ફાયરિંગથી બચવા જનતા માટે મોદી સરકાર બનાવશે 14000 બંકર…

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની સરહદ પર આવેલા જિલ્લાઓમાં કેન્દ્ર સરકાર અંદાજે 14 હજાર બંકરો બનાવશે. આ બંકર સાંબા, પૂંછ, જમ્મૂ, કઠુઆ અને રાજૌરી જિલ્લામાં બનાવામાં આવશે.

આ બંકર એટલા માટે બનાવામાં આવી રહ્યાં છે વારંવાર પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા ફાયરિંગથી આમ જનતાને બચાવી શકાય. આ જિલ્લાઓમાં 1431 મોટા કમ્યુનિટી બંકર પણ બનાવશે જેમાં દરેક બંકરમાં 40 લોકોને સુરક્ષિત રહેવાની સગવડ ઉભી કરવામાં આવશે.

આ બંકરોનું નિર્માણ નેશનલ બિલ્ડીંગ કન્સટ્રકશન કોર્પોરેશન (એનબીસીસી) દ્વારા કરવામાં આવશે. બંકરોનું નિર્માણ કાર્ય એ વિસ્તારોમાં કરવામાં આવશે જે સરહદના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં આવતા હોય. પરિવાર માટે બનાવામાં આવનાર બંકરો નાના 160 વર્ગ ફીટના હશે.

આ બંકરોમાં 8થી 10 લોકો સુરક્ષિત રહી શકશે. ઉલ્લેખનીય છે કે 2017માં પાકિસ્તાન દ્વારા યુધ્ધવિરામનો ભંગ કરવામાં આવતા સેનાના 15 જવાન અને બીએસએફના 4 જવાન શહીદ થયા હતા જ્યારે 12 આમ લોકો મૃત્યુ પામ્યા હતા. આ વર્ષે સીઝફાયરને લઇને 79 લોકોને ઇજા પહોંચી છે.

You might also like