દુનિયાની આ એવી જગ્યાઓ, જ્યાં રહેવા માટે સરકાર આપે છે રૂપિયા

આપણે દુનિયાના કોઇ પણ શહેર કે કોઇ પણ જગ્યા પર રહીએ તો આપણે રહેવા માટે રૂપિયા આપવા પડે છે. જો હું તમને કહું કે દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં રહેવા માટે રૂપિયા આપવા પડતાં નથી, પરંતુ ત્યાંની સરકાર આપણને પૈસા આપે છે. તમને જાણીને હેરાની થશે, પરંતુ આ સાચપં છે કે દુનિમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં રહેવાના રૂપિયા મળે છે. આજે અમે તમને કેટલીક એવી જગ્યાઓ માટે જણાવીએ છીએ.

1.સસ્કેચવાન
કેનેડાનું નાનું શહેર સસ્કેચવાન, આ શહેરએ ખૂબ જ ઓછા સમયમાં દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. આ શહેરના લોકોમાં જે પણ ગ્રેજ્યએટ થાય છે એ લોકાને અહીંની સરકાર 20 હજાર ડોલર આપે છે. ગ્રેજ્યુએટ લોકોને પોતાનો ધંધો ખોલવા માટે સરકાર પાસેથી આ રકમ પ્રાપ્ત થાય છે.

2. ડેટ્રોઇટ, મિશિગન
અમેરિકાનું ડેટ્રોઇટ શહેર ખૂબ જ નાનું છે, આ શહેરની આબાદી ખૂબ જ ઝડપથી થઇ રહી હતી. એનું કારણ હતું કે યૂએસના આ ક્ષેત્રમાં કોઇને પણ કામ મળતું નહતું, એટલા માટે અહીંના લોકા બીજા શહેરમાં રહેવા મજબૂર થઇ ગયા હતા. હવે આ સરકારે નવી ચળવળ ચાલુ કરી છે, સરકાર અનુસાર જે પણ અહીંયા રહેશે એ લોકાને પોતાનું કામ શરૂ કરવા માટે કેટલીક રકમ આપવામાં આવશે.

3. નાયગ્રા ફોલ
નાયગ્રા ફોલ કેનેડાનો સૌથી સુંદર શહેરોમાંનું એક છે. અહીંયાની સરકાર પણ યુવાનોને ધંધો શરૂ કરવા માટે કેટલીક રકમ આપે છે. ધંધો શરૂ કર્યાના બે વર્ષ બાદ અહીંની સરકારને પોતાના પૈસાનું વિવરણ આપવું પડે છે અને ,રકાર દ્વારા આપવામાં આવેલા પૈસાનો હિસાબ આપવો પડે છે.

4.પોનગા
સ્પેનનું એક નાનું ગામ જે ખૂબ જ સુંદર છે. આ ગામની સુંદરતાને જોવા માટે દેશ વિદેશના લોકો અહીંયા આવે છે. અહીંની સરકારે આ ગામ માટે એક ખાસ કાયદો બનાવ્યો છે. આ ગામમાં રહેનારરા દરેક કપલ્સને સરકાર પૈસા આપે છે.

5. એમ્સટર્ડમ
નેધરલેન્ડનું સૌથી જાણીતું શહેર છે એમ્સટર્ડમ. અહીંના અભ્યાસની ચર્ચા દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ થાય છે. આ શહેર હ્યૂમેનેટિઝ અને સોશિયલ સાયન્સના ભણતર માટે જાણીતી છે, અહીંયા વિદેશોમાંથી યુવા લોકો ભણવા આવે છે. અહીંની સરકાર અનુસાર અહીંયા રહેનાર દરેક વ્યક્તિને 67 હજાર રૂપિયા આપવામાં આવે છે.

શા માટે આપવામાં આવે છે રૂપિયા?
આપણા ભારતમાં કોઇ આવી સ્કીમ કે આવો કોઇ નિયમ નથી જેમાં કોઇને માત્ર રહેવાના રૂપિયા મળે. પરંતુ વિદેશમાં ધંધા અને રહેવા માટે પૈસા એટલા માટે આપવામાં આવે કારણ કે એ દેશના લોકો ઇચ્છતા નથી કે એમના પોતાના દેશના લોકો બીજા દેશમાં કામ કરવા જાય.

http://sambhaavnews.com/

You might also like